કોટનમાં 32,125 ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા વધ્યા: ઓ.ઈન્ટરેસ્ટ 2.3 લાખ ગાંસડીના સ્તરે

- text


સોના-ચાંદીના વાયદાના ભાવમાં ચાલુ રહેલો તેજીનો પવન: ક્રૂડ તેલમાં નરમાઈ

કપાસ, સીપીઓ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારો: પ્રથમ સત્રમાં રૂ.9811 કરોડનું ટર્નઓવર

મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧૪૫૨૧૧ સોદામાં રૂ.૯૮૧૧.૧૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીનો પવન ચાલુ રહી વાયદા વધુ વધ્યા હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૯ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૩૩૫ વધ્યો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૩૨,૧૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા વધી આવ્યા હતા. કોટનમાં ઓપન ઈન્ટરેસ્ટ ૨,૩૦,૦૦૦ ગાંસડીના સ્તરે રહ્યો હતો. કપાસ, સીપીઓ, મેન્થા તેલ અને રબરમાં સાર્વત્રિક સુધારો વાયદાના ભાવમાં થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૭૧૩૧ સોદાઓમાં રૂ.૪૧૬૬.૮૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૬૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૮૯૬ અને નીચામાં રૂ.૪૬૬૮૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૯ વધીને રૂ.૪૬૮૫૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૬ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૩૨૪ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૩૧ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૩૫ વધીને બંધમાં રૂ.૪૬૫૫૨ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૭૦૮ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૧૭૦ અને નીચામાં રૂ.૬૭૭૦૫ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૩૫ વધીને રૂ.૬૭૯૭૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૩૦૩ વધીને રૂ.૬૭૯૬૭ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૩૧૧ વધીને રૂ.૬૭૯૭૧ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૩૯૩૩ સોદાઓમાં રૂ.૨૪૨૬.૫૯ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૭૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૭૨ અને નીચામાં રૂ.૪૬૯૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯ ઘટીને રૂ.૪૭૩૩ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૬૭૨ સોદાઓમાં કુલ રૂ.૪૦૭.૫૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૬૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૮૯૦ અને નીચામાં રૂ.૨૧૬૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૦ વધીને રૂ.૨૧૮૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૬૪.૧ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૮ વધીને બંધમાં રૂ.૧૧૬૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૬૦.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૩ અને નીચામાં રૂ.૯૫૬.૨ રહી, અંતે રૂ.૯૬૦.૬ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૩૩૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૩૮.૫ અને નીચામાં રૂ.૧૩૨૮.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧ વધીને રૂ.૧૩૩૩.૫ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૪૫૨ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૫૮૮ અને નીચામાં રૂ.૧૬,૪૫૨ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૭ વધી બંધમાં રૂ.૧૬,૫૩૭ના ભાવ થયા હતા.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૭૮૭૩ સોદાઓમાં કુલ રૂ.૨૧૪૧.૩૮ કરોડ ની કીમતનાં ૪૫૭૭.૫૬૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૯૨૫૮ સોદાઓમાં કુલ રૂ.૨૦૨૫.૪૪ કરોડ ની કીમતનાં ૨૯૭.૭૧૭ ટન, ક્રૂડ તેલમાં ૧૬૬૯૫ સોદાઓમાં રૂ.૧૧૫૯.૩૨ કરોડનાં ૨૪૪૮૨૦૦ બેરલ્સ, કોટનમાં ૭૨૩ સોદાઓમાં રૂ.૭૦.૪૬ કરોડનાં ૩૨૧૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૮૭૮ સોદાઓમાં રૂ.૩૩૫.૪૪ કરોડનાં ૨૯૪૬૦ ટન, મેન્થા તેલમાં ૪ સોદાઓમાં રૂ.૪૧.૫૦ લાખનાં ૪.૩૨ ટન, રબરમાં ૬૫ સોદામાં રૂ.૧.૨૩ કરોડનાં ૭૪ ટન, કપાસમાં ૨ સોદાઓમાં રૂ.૫.૩૩ લાખનાં ૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૧૦૭.૬૯૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૪૪૭.૭૧૭ ટન, ક્રૂડ તેલમાં ૮૭૨૮ બેરલ્સ, કોટનમાં ૨૩૦૦૦૦ ગાંસડી, સીપીઓમાં ૯૫૫૮૦ ટન, મેન્થા તેલમાં ૪૬.૪૪ ટન, રબરમાં ૨૫૭ ટન અને કપાસમાં ૧૧૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૨૨.૫ અને નીચામાં રૂ.૨૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૬ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૯.૫ અને નીચામાં રૂ.૨૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૬.૫ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૨૮.૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૯૩ અને નીચામાં રૂ.૩૯૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૫૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૧૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૦ અને નીચામાં રૂ.૧૮૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૫.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૨.૯ અને નીચામાં રૂ.૭.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૪ ખૂલી, ઊપરમાં રૂ.૩૭.૪ અને નીચામાં રૂ.૧૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬.૨ બંધ રહ્યો હતો.

- text