ખેરવામાં બોઇલર ફાટવાની ઘટનામાં દેવ ઈન્ડસ્ટ્રિઝ જવાબદારો સામે ગુનો નોંધાયો

- text


રાજકોટ શહેર પોલીસ, FSL, ફેકટરી ઇન્સ્પેકટર તથા GPCB દ્વારા તપાસ હાથ ધરાશે

વાંકાનેર : ગત તા. 12ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના ખેરવા ગામની સીમમાં આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝમાં વેસલ અને બોયલર ફાટ્યા હતા. જેમાં ચાર મજુરોના મોત નિપજેલ હતા અને અન્ય મજુરોને નાની-મોટી ઈજા થયેલ હતી.

આ બનાવ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ, ઈ. નાયબ પોલીસ કમીશ્નર, ઝોન-1 ડી. એચ. પરમારની સુચના મુજબ તથા ઉત્તર વિભાગ એ.સી.પી. એસ. આર. ટંડેલના સીધા માર્ગદર્શન હેઠળ બનાવ સંબંધે ઉંડાણપુર્વક તપાસ કરવા તથા એજંસીઓ દ્વારા તપાસ કરાવડાવવા અને બનાવ મુજબ ગુનો દાખલ થવા જણાવવામાં આવેલ છે.

- text

આ બનાવ અંગે વિજયકુમાર રામબાબુ મહત્તો (ઉ.વ. 38) દ્વારા દેવ ઈંડસ્ટ્રીઝના જવાબદારો દેવેશભાઇ કારીયા, હાદિકભાઇ પટેલ અને સંજય તૈલી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ, FSL અઘીકારી, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ GPCBના અધિકારીઓ સ્થળની વિજીટ કરી આગળની તપાસ ચલાવી રહેલ છે.

- text