મોરબીથી દર્દીને રાજકોટ, જામનગર કે અમદાવાદ જવા માટે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા શરૂ

- text


ડો. હેડગેવાર જન્મ સતાબ્દી સેવા સમિતિ, સૌરાષ્ટ્ર પ્રાંત, મોરબી તથા ઉમા ટાઉનશીપ યુવક મંડળનો સેવાયજ્ઞ

મોરબી : ડો. હેડગેવાર જન્મ સતાબ્દી સેવા સમિતિ, સૌરાષ્ટ્ર પ્રાંત, મોરબી તથા ઉમા ટાઉનશીપ યુવક મંડળ દ્વારા આજથી કોઈ પણ દર્દીને મોરબીથી જામનગર, રાજકોટ, અમદાવાદ હોસ્પિટલમાં જવું હોય અને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દી માટે કોઈપણ ચાર્જ વગર એમ્બ્યુલન્સ સેવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

- text

આ એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની સેવા, ડ્રાઇવરને સુરક્ષા માટે માસ્ક, હેન્ડ ગ્લોસ, સેનિટાઈઝેરની વ્યવસ્થા કરેલી છે.આ વ્યવસ્થામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકની સાથે મુનાભાઈ ધોડાસરા , ભરતભાઇ હરણીયા, કમલેશભાઈ વિડજા, મનીષભાઈ દલસાણીયા, ભાવેશભાઈ કંટારીયા, જયેશભાઇ સંઘાણી, મુના ભાઈ વિડજા, મેહુલભાઈ વિડજા, અસ્વીનભાઈ માંકડિયા, પ્રકાશભાઈ ફુલતારીયા, પ્રકાશભાઈ વારમોરા, દિલીપભાઈ પાડલીયા, નીતિનભાઈ વિછડીયા, મિલનભાઈ ફુલતારીયા, જીજ્ઞેશભાઈ વિડજા, વાસુભાઇ વડગાસીયા, હરિભાઈ કાવર, હરેશભાઇ વિડજા, રજનીભાઇ ક્લારિયા, જયેશભાઇ ઘોડાસરા, હિતેશભાઈ પચોટીયા, નાનજીભાઈ દસાડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

- text