મોરબીમાં રાત્રી કરફ્યુ ભંગ બદલ હોટલ-દુકાનોના વેપારીઓ, લટાર મારતા અણસમજુઓ ઝડપાયા

- text


માસ્ક વગર અને નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરનાર રીક્ષાચાલકો, કારચાલકો સામે કાર્યવાહી

મોરબી : મોરબીમાં કોરોનાની ચેન તોડવા માટે લાગુ કરાયેલા રાત્રી કરફ્યુનો પોલીસ દ્વારા સખત અમલ કરવામાં આવ્યો છે. જેમાં ગતરાત્રે રાત્રી કરફ્યુ દરમિયાન હોટલ અને દુકાનો ખુલ્લી રાખવા બદલ વેપારીઓ તેમજ ખોટા આંટાફેરા કરતા વાહન ચાલકો અને લટાર મારવા નીકળેલા અણસમજુઓ પણ પોલીસને ઝપટે ચડી ગયા હતા. જ્યારે જિલ્લામાં દિવસ દરમિયાન માસ્ક વગર અને નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરનાર રીક્ષાચાલકો, ઇકો કારચાલકો તેમજ અન્ય કાર ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં રવિવારે દિવસ દરમિયાન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે રીક્ષા, ટંકારા નગરનાકા પાસે બે ઇકો કાર, ત્રણ રીક્ષા, મોરબી રવિરાજ ચોકડી પાસે રીક્ષા, વાંકાનેર ઢુંવા માટેલ રોડ પર કિસાન પ્રોવિઝન સ્ટોર, પંચસિયા ગમે અને ઢુંવા પાસે ચાની લારી તેમજ શાકભાજીની દુકાન, મેસરિયા પાસે રીક્ષા, વાંકાનેર બાઉન્ડરી પાસે ચાની લારી, બાઈકચાલક, જોધપર પાસે પાન-માવાની લારી, મોરબીના માળીયા ફાટક પાસે 4 રીક્ષા, ત્રાજપર ચોકડી પાસે રીક્ષા, વીસીપરા પાસે રીક્ષા, ગ્રીન ચોકમાં આવેલી દુકાન પાસે ત્રણ ગ્રાહકો, શાક માર્કેટમાં ફ્રૂટની લારી, જેલ રોડ ઉપર વાઘપરાના નાકા પાસે, ઉમિયા સર્કલ પાસે કારચાલક, કુબરે ટોકીઝ પાસ સોઓરડી નજીક માસ્ક વગર નીકળેલા શખ્સો તેમજ વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ બદલ ઉપરોક્ત વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

માળીયાના વાગડીયા ઝાંપા પાસે રીક્ષાચાલક, હળવદના બસ સ્ટેન્ડ પાસે તેમજ હળવદના આંબેડકર સર્કલ પાસે બે રીક્ષાચાલકો સામે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ તેમજ મોરબીના ગ્રીન ચોક પાસે માસ્ક વગર નીકળેલા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોરબીમાં પોલીસે રાત્રી કરફ્યુ ભંગ કરનાર સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે ઢોસાની લારી, ખાટકીવાસમાં બાવા અહેમદશા ચિકનની દુકાન, શનાળા રોડ ઉપર એક દુકાન ખુલ્લી રાખવા સબબ દુકાનદારો સામે કાર્યવાહી કરાઈ હતી. તેમજ જુના ઘુટું રોડ ઉપર રાત્રી કરફ્યુમાં પેસેન્જર ભરીને નીકળેલી બે રીક્ષા, ગેંડા સર્કલ પાસે ત્રણ કારચાલક, અને લટાર મારવા નીકળેલા ચાર લોકો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text