આગ લાગે ત્યારે કૂવો ખોદવાનું હળવદ પાસેથી શીખો : હજુ કોવિડ કેર સેન્ટર માટે જગ્યા મળતી નથી

- text


વિશાળ શાળા સંકુલો માનવતા મહેકાવવાને બદલે શાળા ચાલુ હોવાનું રટણ કરતા તંત્ર ઘાંઘુ : ટીડીઓ, મામલતદાર અને હેલ્થ ઓફિસરની દોડા-દોડી

હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાની અત્યંત ગંભીર સ્થિતિ વચ્ચે ખાનગી સેવા સંસ્થાની મદદથી કોવિડ કેર સેન્ટર શરૂ થયા છે પરંતુ હળવદ તાલુકામાં હજુ પણ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ શક્યું નથી અને આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિમાં આજે પણ મામલતદાર, ટીડીઓ અને હેલ્થ ઓફિસર કોવિડ કેર સેન્ટરની જગ્યા માટે ઠેર – ઠેર આંટાફેરા કરી રહ્યા છે.

અત્યંત ચોંકાવનારી બાબત તો એ છે કે હળવદમાં અનેક મહાકાય શાળા – હોસ્ટેલ આવેલી છે પરંતુ ખરાખરીના સમયે જ કહેવાતા સેવાભાવી લોકો પણ માનવતા નો સાદ સાંભળતા નથી. એ આપણી કમનસીબી છે જોકો હળવદના નેતાઓ પણ એટલાજ જવાબદાર છે કે આવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે છતાં બહાર નિકળવાની જગ્યાએ હજુ સુધી માત્ર રજુઆતો જ કરી રહ્રહ્યા છે એમાં પણ કાઈ ઉકાળી નથી શક્યા.!

મોરબી જિલ્લાની સાથે સાથે હળવદમાં પણ કોરોના ભયંકર હદે વકર્યો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ હોસ્પિટલ એવી નથી કે જ્યાં દર્દીઓથી ભરી ન હોય ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં પણ હજી સુધી કોરોના કેર સેન્ટર ચાલુ થઈ શક્યું નથી તંત્ર આમતેમ દોડા-દોડી કરી રહ્યું છે જોકે હળવદમાં વિશાળ સંકુલોના સંચાલકો પણ માનવતા મહેકાવવાના બદલે શાળા ચાલુ હોવાનું રટણ કરી રહ્યા છે.

- text

આમ તો હળવદ ભાજપનો ગઢ રહ્યો છે પરંતુ નબળી નેતાગીરીને કારણે હળવદમાં અત્યાર સુધીમાં એક પણ સારી સરકારી હોસ્પિટલમ સુવિધા સભર બનાવી શક્યા નથી ત્યારે આવા સમયે પણ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, પૂર્વ રાજ્યમંત્રી જયંતીભાઈ કવાડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા પણ હળવદના હોય છતાં પણ તેઓ માત્ર રજૂઆત સિવાય કાંઇ ઉકાળી શક્યા નથી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોની પરિસ્થિતિ એવી છે કે સારવાર લેવા માટે દવાખાનામાં દાખલ થવું હોય તો મોરબી, રાજકોટ, જામનગર કે પછી સુરેન્દ્રનગર સુધી દોડા-દોડી કરવી પડી રહી છે, આ સંજોગો માં હાલ તો મામલતદાર, ટીડીઓ અને તાલુકા હેલ્થ ઓફિસર મોટા સંકુલો પાસે જગ્યા માટે કરગરી રહ્યા છે પરંતુ મોટાભાગે તેઓને નકારાત્મક જવાબ મળતા અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.

- text