પ્રજા જાગી : સાંસદ મોહનભાઇ તમે આપેલ વાયદા મુજબ મોરબીને એમ્બ્યુલન્સ આપો!!

- text


કોરોના પ્રકોપને પગલે હવે લોકો હિંમતપૂર્વક રાજનેતાઓ સામે ખુલીને સામે આવ્યા : જાગૃત નાગરિકનો મોહનભાઇને વેધક સવાલ

મોરબી : મોરબીમાં કોરોના પ્રકોપ વધતા હવે લોકોની ધીરજ ખૂટી છે અને અત્યાર સુધી ચૂપ બેઠેલી પ્રજા હવે રાજનેતાને ખુલ્લા સવાલ પૂછી પ્રજાને કરેલા વાયદા પુરા કરવા સામે આવી રહ્યા છે, મોરબીના આવા જ એક જાગૃત નાગરિકે મોરબીના રહેવાસી અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાને ખુલ્લો મેસેજ મોકલી તેમને કરેલ વાયદા મુજબ તાત્કાલિક એમ્બ્યુલન્સ આપવા માંગ ઉઠાવી છે.

મોરબીના જાગૃત નાગરિક પ્રહલાદસિંહ ઝાલાએ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાને ખુલ્લો મેસેજ પાઠવી જણાવ્યું છે કે, તમને મારી બે હાથ જોડીને વિનંતી છે કે બાર મહિના પહેલા તમે મોરબીના સરકારી દવાખાનામાં એમ્બ્યુલસ આપવાની જાહેરાત કરેલી, વચન આપેલું પણ તમે હજુ સુધી ગાડી આપેલ નથી. અત્યારે મોરબીની અંદર એક સરકારી દવાખાનામાં,એક નગરપાલિકામાં એક સારી સંસ્થામાં એમ ત્રણ ગાડી અપાવો જેથી મોરબીની પબ્લિકને કામ આવે.

- text

વધુમાં આક્રોશભેર તેમને ઉમેર્યું છે કે, મોરબીની બધાએ ભેગા થઈ પથારી ફેરવી નાખી છે, સરકારી દવાખાનાના પોસ્ટમોર્ટમ રૂમની છેલ્લા ચાર વર્ષથી રજૂઆત કરવામાં આવેલ છે તે પણ તમે નથી કરેલ વર્ષોથી મોરબીની 24 કલાક લાઈટ ચાલુ છે એ પણ તમે બંધ નથી કરાવી શક્યા. હવે… કામ કરો અમારા સામું જુઓ નહિ તો કાંઇ નહી ભગવાનનો ડર રાખો એવું અંતમાં જણાવી તાત્કાલિક મોરબી સિવિલ અને પ્રજા માટે ઘટતું કરવા માંગ ઉઠાવી છે.

આમ, કોરોનાની ભયાનક સ્થિતિ નિર્માણ થતા હવે સામાન્ય નાગરિક પણ રાજનેતાઓએ કરેલા વાયદા પુરા કરાવવા સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે જે મોરબીના હિતમાં છે અને કાયમી જો નાગરિકો આવા સવાલો ઉઠવતા રહેશે તો જ પ્રજ્જનોને સુખાકારી મળી શકે તેમ હોવાનું જણાય રહ્યું છે.

- text