કચ્છથી રાજકોટ જતી વિદેશી દારૂના જથ્થા સાથેની કાર ઝડપી લેતી મોરબી એલસીબી

- text


રૂપિયા 28,500નો વિદેશી દારૂ કબ્જે કરી ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

મોરબી : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના બાયપાસ રોડ પર જુની આર.ટી.ઓ. કચેરી સામે કારમાંથી અંગ્રેજી દારૂની બોટલો નંગ-95 (કી.રૂ. 28,500) ઝડપાઇ હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન નંગ-1 અને ટવેરાકાર મળી કુલ કી.રૂ. 1,79,000 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

આજે તા. 9ના રોજ LCB સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે એક ટાવેરા કાર નં. GJ-23-A-8378 માં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરી કચ્છથી રાજકોટ બાજુ આવી રહી છે. જે બાતમી આધારે પોલીસ કંડલા-રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલ જુની આર.ટી.ઓ. કચેરી સામે કારની વોચમાં હતા.

આ દરમ્યાન કાર આવતા પોલીસે કારને ઇશારો કરી રોકતા કારમાં આગળ, પાછળના નીચેના ભાગે ચોરખાના બનાવેલ હતા. તેમજ દરવાજા ઉપર ફીટ કરેલ સ્પીકર માટેના પુઠ્ઠાઓ ખોલી દરવાજામાં રહેલ જગ્યામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાઇટ બ્લુ મેટ્રો લીકર વ્હીસ્કીની 750 એમ.એલ કાચની કંપની સીલબંધ બોટલ નંગ 95 (કી.રૂ. 28,500) ઝડપાઇ હતી.

- text

પોલીસે વિદેશી દારૂ, મોબાઇલ ફોન તથા ટવેરા કાર મળી કુલ કી.રૂ. 1,79,000 ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓ વિરલ વિજયભાઇ દુધરેજીયા, કેતન કાંતિભાઇ તાવડીવાલા અને માનવ ભરતભાઇ રાઠોડની અટકાયત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ તથા માલ મોકનાર વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો મોરબી એલ.સી.બી.એ રજીસ્ટર કરાવેલ છે.

- text