મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

- text


સરકારી કચેરીમાં અગત્યની કામગીરી હોય તેને જ પ્રવેશ 

રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબીમાં આજથી 30 એપ્રિલ સુધી સુધી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ

મોરબી : કોરોના સંક્રમણને ધ્યાને લઇ હાલની પરિસ્થિતિને અનુસંધાને રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા સરકારની ગાઈડલાઈનને અનુસરવા મોરબી શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા તા.૦૭/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૮:૦૦ કલાક થી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહે તે અંગેનું જાહેરનામું પાડ્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૦/૦૪/૨૦૨૧ થી લગ્ન, સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યક્તીઓ એકઠા કરી શકશે નહીં. આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે.

- text

મોરબી શહેર વિસ્તારમાં કરફ્યુના સમયના કલાકો દરમિયાન લગ્ન સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહીં. મોરબી માં તા.૦૭/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મોરબીમાં કોઈ પણ ગેધરિંગમાં ૫૦ થી વધુ વ્યક્તીઓ એકત્ર થઈ શકશે નહીં , આ ગેધરિંગ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે. મોરબી જિલ્લાની તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (એ.પી.એમ.સી.) પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

મોરબી જિલ્લામાં તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી તમામ કચેરીઓ તમામ શનિવાર-રવિવાર બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારના મંત્રાલયોના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે.આ જાહેરનામાનું અમલીકરણ તમામે કરવાનું રહેશે.

- text