વાંકાનેરના રાજવી ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન : અડધી કાઠીએ ધ્વજ ફરકાવાયો

- text


ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન : બેન્ડ સૂરાવલિ સાથે રજવાડી પરંપરા મુજબ યોજાઈ અંતિમ યાત્રા : અનેક રાજવીઓ અંતિમ યાત્રામાં રહ્યા હાજર

(કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરનાં રાજવી ડૉ. દિગ્વિજય સિંહનું ટૂંકી બીમારી બાદ ગત રાત્રે નિધન થઈ જતાં રાજ પરિવાર શોકાતુર બન્યો હતો અને આજરોજ રણજીત વિલાસ પેલેસ ખાતેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરનાં રાજવી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાની અંતિમ યાત્રા રણજીત વિલાસ પેલેસ ખાતેથી નીકળી હતી. જેમાં રાજવીઓ, અને ક્ષત્રિય સમાજનાનાં અગ્રણીઓ, શહેરીજનો હાજર રહ્યા હતાં, સર અમરસિંહજીની પ્રતિમા (સ્ટેચ્યુ સર્કલ)ની પ્રદક્ષિણા કરાઈ હતી, અને રાજવી પરંપરા અનુસાર મહારાણા ડૉ. દિગ્વિજય સિંહની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

રાજાશાહી સમયમાં જો કોઈ રાજવી પરિવારનાં સદસ્યનું નિધન થાય તો પેલેસ પર અડધી કાઠી એ ધ્વજ ફરકાવવામાં આવે છે. તે મુજબ આજરોજ વાંકાનેર રણજીત વિલાસ પેલેસ ખાતે અડધી કાઠીએ રાજવી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

- text

- text