મોરબી : સીરામીક કારખાનામાં કામે જવાનું કહીને નીકળેલી યુવતી લાપતા

- text


મોરબી :મોરબીના ઉમીયાનગર, સીરામીક સીટી પાસે રહેતી યુવતી ઘેરથી સીરામીક કારખાનામાં જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની ગઈ છે. યુવતીનો પત્તો ન લાગતા અંતે તેણીના પિતાએ બી ડિવિઝનમાં ગુમસુદા નોંધાવી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉમીયાનગર, સીરામીક સીટી પાસે રહેતી રીનાબેન અમરશીભાઇ પરમાર (ઉ.વ. ૨૧) નામની યુવતી ગત તા.૨૪ ના રોજ સવારના ૮ વાગ્યાના અરસ્સામાં પોતાના ઘરેથી મોરબીના જાંબુડીયા ખાતે આવેલ સોબર સીરામીક કારખાનામાં કામે જાવછુ તેમ કહી નીકળી ગયા બાદ સમયસર ઘરે પરત ન આવતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ આજદિન સુધી તેણીનો પત્તો ન લાગતા અંતે તેના પિતા અમરશીભાઇ મોહનભાઇ પરમારે બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુદા નોંધાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

- text