મોરબી જિલ્લાના ત્રણ પોલીસ ઇન્સપેક્ટરની અરસપરસ બદલી

- text


મોરબી : મોરબી જિલ્લાના ત્રણ પોલીસ ઇન્સપેક્ટરની અરસ પરસ બદલી કરવામાં આવી છે અને આ ત્રણેય પોલીસ અધિકારીને બદલીના સ્થળે હાજર થઈ ચાર્જ સંભાળી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા દ્વારા મોરબી સીટી બી ડિવિઝનના પીઆઇ, વાંકાનેર સીપીઆઈ તથા વાંકાનેર શહેર પોલીસ ઇન્સપેક્ટરની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી સીટી બી ડિવિઝનના પીઆઇ તરીકે ફરજ બજાવતા આઈ. એમ.કોઢિયાની વાંકાનેર સીપીઆઈ તરીકે તેમજ વાંકાનેર શહેર પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા વિરલ પટેલની મોરબી સીટી બી ડિવિઝનના પીઆઇ તરીકે અને વાંકાનેર સીપીઆઈ તરીકે ફરજ બજાવતા એચ.એન.રોઠોડની વાંકાનેર શહેર પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે.

- text