મોરબીમાં કોરોનાના પાપે ધુળેટીનો રંગ ફિક્કો : બજારોમાં ઉડે – ઉડે

- text


રૂપિયા ૫૦ લાખથી વધુની પિચકારીઓ પડી રહેશે : વેપારીઓમાં ઉમંગનો રંગ ઓસર્યો

મોરબી : ગતવર્ષથી વિશ્વને હચમચાવતી કોરોના મહામારીએ સમગ્ર જનજીવનને એટલી હદે બાનમાં લીધું છે કે, એક વર્ષ વીતવા છતાં લોકોના જીવનની ગાડી હજુ ડચકા ખાઈ છે. હમણાંથી ફરી એકવાર કોરોનાનો વિકરાળ પંજો જનજીવનને બાનમાં લેતા હવે ખાસ કરીને માનવ જીવનમાં ઉમંગના રંગ ભરી લેતા મહત્વ હોળી ધુળેટીને મનભરીને ઉજવવાના લોકોના ઉત્સાહ પર પાણી ફરી ગયું છે. કોરોનાના કેસ વધતા સરકારે સાવચેતીને ધ્યાને લઈને જાહેરમાં ધુળેટીની ઉજવણી પર મનાઈ ફરમાવી દેતા લોકો અને વેપારીઓના ચહેરા પર ઉમંગનો રંગ વિખરાઈને ઉદાસીનું આવરણ છવાઈ ગયું છે.

મોરબીમાં ફરી કોરોના કહેરને કારણે હોળી-ધુળેટી પર્વના ઉત્સાહની પથારી ફરી ગઈ છે. જો કે, કલર, પિચકારી સહિતના હોલસેલના વેપારીઓએ અગાઉથી ધુળેટી પર્વને ધ્યાને લઈને લાખોનો માલ સ્ટોક કરી દીધો હતો. અંદાજે કલર, પિચકારી સહિતનો 50 લાખનો માલ મોરબીની બજારોમાં અગાઉથી જ હોલસેલરો પાસે આવી ગયો હતો. આવા ચારથી પાંચ જેટલા હોલસેલ વેપારીઓએ જ્યારે માલ મગાવ્યો ત્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય હતી. આ વેપારીઓને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે, કોરોના ફરી જનજીવનને હચમચાવી દેશે. હવે માલ આવી ગયો હોય અને કોરોનાનો વિકરાળ પજો ફરી વળતા સરકારની નવી ગાઈડલાઈન અમલી થવાથી આ વેપારીઓને રાતે પાણીએ રોવાની નોબત આવી છે.

- text

મોરબીની બજારોમાં હોળી-ધુળેટી નિમિતે જે ધૂમ ખરીદીનો માહોલ હોવો જોઈએ એના બદલે બજારમાં કાગડા ઉડી રહ્યા છે. શહેરમાં 5 જેટલા હોલસેલરો અને આશરે 400 જેટલા છૂટક વસ્તુઓના વેપારીઓ કલર અને પિચકારી સહિતના માલનું વેચાણ કરે છે. ગતવર્ષે લોકડાઉન અને આ વર્ષે જાહેરમાં ઉજવણીનો પ્રતિબંધ આવતા વેપારીઓને મોટી આર્થિક ખોટ સહન કરવી પડે એમ છે. આ વર્ષે ધુળેટીનો રંગ ફિક્કો પડી ગયો છે. જો કે હાલમાં બજારમાં બહુ જ ઓછી ખરીદીનો માહોલ છે. પિચકારી 7 રૂપિયાથી માંડીને રૂ.500 સુધીના ભાવે મળે છે. મટોડીના રંગ ઉપર પાંબધી હોય હર્બલ કલર બજારમાં ઉપલબ્ધ છે.એનો સ્ટોક ભરપૂર છે. પણ ખરીદીનો માહોલ જ ન હોય વેપારીઓ નવરસઘુપ જોવા મળે છે. જોકે હોળીમાં ખજૂર, ધાણી, દાળિયા, પતાસા, હારડા ,ટોપરું વગેરે આરોગવાનું મહત્વ હોવાથી આ વસ્તુઓ બજારમાં જોવા મળી રહી છે.

- text