મોરબી જિલ્લામાં વિવિધ કલમો હેઠળ રીક્ષા, કાર બાઇક સહિત 11 વાહનો ડિટેઇન

- text


7 રીક્ષા, 1 છોટા હાથી વાહન, 2 કાર, 1 બાઇક અને 1 કાર ચાલક સામે કેસ નોંધાયા

મોરબી: જિલ્લાના 5 પૈકી 4 તાલુકા અને મોરબી શહેરમાંથી ગુરુવારે દિવસ દરમ્યાન ટ્રાફિક પોલીસે આઇપી કલમ 279 અને મોટર વ્હિકલ એકટની કલમ 177, 184, 185 તથા 119 હેઠળ 11 વાહનો ડિટેઇન કરી ચાલકો સામે કેસ કર્યા હતા.

મોરબી એ.ડીવી. વિસ્તાર હેઠળ આવતા ગાંધી ચોકમાંથી 1 સીએનજી રીક્ષા, નગર દરવાજા ચોકમાંથી આઈપીસી કલમ 283 હેઠળ એક ચપ્પલની લારી, મોરબી- કંડલા બાયપાસ, સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી 1 અલ્ટો કાર, બી.ડીવી. પો. સ્ટે. વિસ્તારના મહેન્દ્રનગર ચોકડી પાસેથી 1 સીએનજી રીક્ષા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટે.ની. હદમાં લાલપર, સંતકૃપા હોટલ નજીક, ટીંબડી પાટિયા પાસેથી 1 છોટા હાથી વાહન, મોરબી-માળીયા નેશનલ હાઇવે પરથી 1 બોલેરો ગાડી અને રવિરાજ ચોકડી નજીક, ધરમપુર ગામની સીમમાંથી 1 સ્પ્લેનડર બાઇક વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરી ચાલકો સામે કેસો કર્યા હતા.

- text

જ્યારે વાંકાનેર સીટી પોલીસે જિનપરા જકાતનાકા પાસેથી 1 સીએનજી રીક્ષા, વાંકાનેર તાલુકા પોલીસે ઢૂંવા ચોકડી પાસેથી 2 સીએનજી રીક્ષા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરી છે. ટંકારા પોલીસે ખીજડિયા ચોકડી પાસેથી 1 છકડો રીક્ષા એમ.વી. એકટની કલમ હેઠળ તથા લતીપર ચોકડી પાસેથી 1 સ્વીફ્ટ કાર ચાલકને નશો કરીને કાર ચલાવવા બદલ ઝડપી પાડી અને હળવદ પોલીસે મેઈન બજારમાં સરાનાકા પાસેથી એક ઓટો રીક્ષા ચાલક સામે કેસ નોંધી ઉપરોક્ત વાહનો ડિટેઇન કર્યા હતા.

- text