કોરોનાના આ નવા વેવથી કેમ બચવું ? મોરબી અપડેટ પર રાત્રીના 9 વાગ્યે જાણીતા તબીબો સાથે ખાસ વાતચીત..

- text


મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના નિષ્ણાંત તબીબો આપશે કોરોનાના નવા વેવ અંગે જરૂરી માર્ગદર્શન

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર આજે 25 માર્ચે રાત્રે 9 વાગ્યે લાઈવ કાર્યક્રમ પરિવાર સાથે ખાસ નિહાળો

મોરબી : મોરબી સહીત દેશભરમાં કોરોના સંક્રમણ ફરી જેટ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે મોરબી અપડેટ દ્વારા આજે રાત્રે રાત્રે 9 કલાકે Morbi Updateના ફેસબુક પેઈજ ઉપર મોરબી ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના તજજ્ઞ તબીબોનો લાઈવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં કોરોના ફરી કેમ વધ્યો, કોરોનાના નવા સંક્રમણથી કેમ બચી શકાય સહિતના મૂંઝવતા પ્રશ્નો અંગે તબીબો માર્ગદર્શન આપશે. આપ પણ કોરોનાને લગતા પ્રશ્નો લાઈવ દરમિયાન કૉમેન્ટમાં પૂછી શકશો. તો આજે 25 માર્ચે રાત્રે 9 વાગ્યે આ લાઈવ કાર્યક્રમ પરિવાર સાથે નિહાળવાનું ચૂકશો નહીં.

- text

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તબીબો: ડો. વિજય ગઢીયા (ફિઝિશિયન, એમ.ડી., જીવનદીપ હોસ્પિટલ અને મોરબી પ્રમુખ, ઇન્ડિયન મેડિકલ એસોસીએશન), ડો. દીપક અઘારા (એમ.ડી., મંગલમ હોસ્પિટલ અને મોરબી સેક્રેટરી, ઇન્ડિયન મેડિકલ એસોસીએશન), ડો. વિપુલ માલાસણા (એમ.ડી., ગોકુલ હોસ્પિટલ) અને ડો. આકાશ સંપટ (ફિઝિશિયન, એમ.ડી., ક્રિષ્ના મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ)

નીચેની મોરબી અપડેટના ફેસબુક પેઈજની લિંક પર રાત્રીના 9 વાગ્યે કાર્યક્રમ લાઈવ શરૂ થશે..

https://www.facebook.com/morbiupdate/

- text