મનરેગા હેઠળ મોરબી જિલ્લામાં રૂ. 1,104 લાખના કામ મંજુર

- text


મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર અને ટંકારા તાલુકામાં 6888 કુટુંબને અપાશે રોજગારી

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં સામાન્ય બજેટ મંજુર કરવાની સાથે નાણાકીય વર્ષ 2021-22 માટે મનરેગા બજેટ પણ મંજુર કરવામાં આવ્યું હતું. જિલ્લાના પાંચ તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ કુલ 715 કામો કરવામાં આવશે. જેમાં 6888 કુટુંબ માટે રૂપિયા 1104.21 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

- text

મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ હાલમાં મોરબી જિલ્લના જુદા-જુદા તાલુકાઓમાં કામો ચાલી રહ્યા છે. જેમાં વર્ષ 2021-22 માટે પાંચ તાલુકામાં કુલ 715 કામ નક્કી કરાયા છે. જેમાં મોરબી જિલ્લામાં 198, હળવદમાં 174, માળિયામાં 103, ટંકારામાં 70 અને વાંકાનેરમાં 170 કામ નક્કી કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ જિલ્લામાં કુલ 6888 કુટુંબની સંખ્યા નક્કી કરવામાં આવી છે અને કુલ મળી 442132 માનવદિનની સંખ્યા નક્કી કરાઈ છે.

વધુમાં જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળી 869 લાખ મજૂરી ખર્ચ અને 234 લાખ માલસામાન ખર્ચનો અંદાજ બજેટમાં રજૂ કરાયો છે. ઉપરોક્ત તમામ કામ તાલુકાવાર ક્રમાનુસાર કામની માંગણી થયેથી હાથ ધરવામાં આવશે અને ગ્રામ પંચાયતોમાં કાયમી અસ્કયામતો નિર્માણ કરી લોકોને પૂરતો લાભ મળે તે માટે ગુણવત્તાસભર કામ હાથ ધરવામાં આવનાર હોવાનું અધિકરીક વર્ગ દ્વારા જણાવાયું છે.

- text