ટેસ્લાને ટક્કર આપશે માત્ર ત્રણ લાખની ઈલેક્ટ્રિક કાર

- text


માત્ર ત્રણ લાખમાં વેચાતી હોંગ ગૌન્ગ મોટર કારે વેચાણમાં ટેસ્લાને પછાડી

મોરબી : ઈલેક્ટ્રિક કારોનું નામ લેતા પહેલા ટેસ્લા કંપનીનું નામ સામે આવે છે. દુનિયાભારમાં સૌથી વધારે ટેસ્લાની ઈલેક્ટ્રિક કારો જાણીતી છે. પણ હવે ચીનની એક કંપની ઈલેક્ટ્રિક કારોના સેગમેન્ટમાં ટેસ્લાને ટક્કર આપી રહી છે. ચીનની કાર નિર્માતા કંપની એસએઆઈસીની નાની ઈલેક્ટ્રિક કાર હોંગ ગૌન્ગ પાછલા અમુક મહિનાથી ટેસ્લાને ટક્કર આપી રહી છે. એટલું જ નહીં વેચાણના મામલામાં આ ચીની કંપનીએ મિની ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં ટેસ્લાને પાછળ મૂકી દીધી છે.

હોંગ ગૌન્ગ મિની ઈવી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં દુનિયાની સૌથી વધારે વેચાતી ઈલેક્ટ્રિક કાર બની ગઇ છે. વેચાણના આંકડાને જોઇએ તો તેણે ટેસ્લા ઈલેક્ટ્રિક સેડાનને પણ પાછળ છોડી દીધી છે. હોંગ ગૌન્ગ મિની કાર હવે દુનિયાની બેસ્ટ સેલિંગ ઈલેક્ટ્રિક કાર બની ગઇ છે. આંકડાઓ પર નજર નાખીએ તો જાન્યુઆરી 2021માં મિની કાર હોંગ ગૌન્ગના કુલ 36 હજાર યૂનિટ્સ વેચાયા, જ્યારે આ દરમિયાન ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર મોડલ 3ના 21500 યૂનિટ્સ જ વેચાયા. ફેબ્રુઆરીમાં આ ચાઈનીઝ કંપનીએ Teslaને પછાડી દીધી. ફેબ્રુઆરીમાં હોંગ ગૌન્ગના કુલ 20 હજાર યૂનિટ્સ વેચાયા. જ્યારે ટેસ્લા મોડલ 3ના માત્ર 13700 યૂનિટ્સ જ વેચાયા.

- text

વાત એ છે કે, ચાઈનીઝ કાર હોંગ ગૌન્ગની આ સફળતા પાછળ ઘણાં ખાસ કારણો છે. એક તો તેની કિંમત ઓછી છે અને લુક પણ સારો છે. જોકે, સાઇઝ, ડ્રાઈવિંગ રેંજ અને પરફોર્મ્ન્સમાં ટેસ્લાની કાર બાજી મારી લે છે. પણ ઓછી કિંમત હોવાના કારણે હોંગ ગૌન્ગ મિની ઈવીની ડિમાન્ડ વધી રહી છે. કંપનીનો દાવો છે કે હોંગ ગૌન્ગ ઈલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 170 કિમી સુધીની રેંજ આપે છે અને તેની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે. આ ઈલેક્ટ્રિક કારમાં 13kWhની બેટરી પેક મળે છે. તો ટેસ્લા મોડલ 3 સિંગલ ચાર્જમાં 402 કિમી સુધી ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

સાઇઝમાં ટેસ્લાની કાર મોટી છે. ટેસ્લા મોડલ 3ની લંબાઈ 185 ઈંચ, પહોળાઇ 73 ઈંચ અને ઊંચાઇ 57 ઈંચ છે. જેમાં 113 ઈંચનું વ્હીલબેસ છે. આ કારનું કુલ વજન 1587 કિલોગ્રામ છે. તો હોંગ ગૌન્ગની લંબાઈ 115 ઈંચ, પહોળાઇ 59 ઈંચ અને ઊંચાઇ માત્ર 64 ઈંચ છે. જેમાં 76.4 ઈંચનો વ્હીલબેસ આપવામાં આવ્યો છે. આ કારનું વજન માક્ષ 665 કિગ્રા છે.એટલે કે વજનમાં હોંગ ગૌન્ગથી ટેસ્લાની કાર દોઢગણી વધારે છે. ચીનની નાની કારની કિંમત 28800 યુઆન છે. એટલે કે 4500 ડૉલર(320000 રૂપિયા)ની આસપાસ છે. જ્યારે ટેસ્લા મોડલ 3ની શરૂઆતી કિંમત 38,190 ડૉલર એટલે કે 27,72,000 રૂપિયા છે.

- text