મોરબી-વાંકાનેર પોલીસે ટ્રાફિકને અડચણરૂપ 8 રિક્ષાઓ ડિટેઇન કરી

- text


મોરબી: ઇન્ડિયન પીનલ કોડની કલમ 283 હેઠળ મોરબી તથા વાંકાનેર પોલીસે 8 સીએનજી રીક્ષા ડિટેઇન કરી તેના ચાલકો સામે કેસ કર્યા છે.

- text

મોરબી એ.ડીવી. પોલીસે નગર દરવાજા રોડ વીસી ફાટક પાસેથી 1 સીએનજી રીક્ષા, ગાંધી ચોક પાસેથી 1 રીક્ષા, બી ડીવી.પોલીસે ત્રાજપર ચોકડી પાસેથી 1 રીક્ષા, નટરાજ ફાટક પાસેથી 1 રીક્ષા, તથા વાંકાનેર સીટી પોલીસે જિનપરા જકાતનાકા પાસેથી 1 સીએનજી રીક્ષા અને વાંકાનેર તાલુકા પોલીસે ઢૂંવા ચોકડી પાસેથી 2 સીએનજી રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે રાખવાના ગુન્હામાં ડિટેઇન કરી ચાલકો સામે કેસ કર્યા છે.

- text