ટંકારા તાલુકા હેલ્થ ઓફિસે માસ્ક વિતરણ કરીને ટીબી દિવસ ઉજવ્યો

- text


ટંકારા : ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ખાનગી તબીબો, પોલીસ સ્ટાફ સહિતનાને માસ્ક આપી ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ટ્રુનાટ મશીન આવેલ તો તે મશીનનો દર્દીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે ખાનગી તબીબો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ મૂંગરા, સુપરવાઇઝર હિતેશ પટેલ, પ્રતીક દેવમુરારીએ જહેમત ઉઠાવી હતી.

- text