મોરબીની તમામ અદાલતોના કેમ્પસમાં બિનજરૂરી પ્રવેશ ન કરવાનો આદેશ

- text


કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા જાહેર કરાયો પરિપત્ર

મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અદાલતોના કેમ્પસમાં બિનજરૂરી પ્રવેશ ન કરવા માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લા અદાલત તથા મુખ્ય મથક ખાતેની તમામ અદાલતોમાં ચાલી રહેલ કેસોના તમામ પક્ષકારો અને આરોપીઓ તેમજ પ્રેક્ટિસ કરતા વકીલો જોગ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને ધ્યાને લઈને કોર્ટના કેમ્પસમાં બિનજરૂરી વ્યક્તિઓ, અરજદારો તથા પક્ષકારોએ પ્રવેશ કરવો નહીં.

- text

વકીલોને પણ જણાવવામાં આવે છે કે તેઓએ બિનજરૂરી પક્ષકારો કે આરોપીઓને કોર્ટ કેમ્પસમાં હાજર રાખવા નહિ. વકીલોએ પણ તેઓના કોર્ટ કેસ સબબની કાર્યવાહી પૂર્ણ થતાં કોર્ટ રૂમ છોડી દેવો. આ પરિપત્રનો અમલ તા.24 માર્ચથી 15 એપ્રિલ સુધી કરવાનો રહેશે.

- text