મોરબી નજીક પગપાળા જતા વ્યક્તિને ટ્રકે હડફેટે લીધા

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે પગપાળા જતા ગોવિંદભાઈ બિહારી નામના વ્યક્તિને ટ્રકે હડફેટે લીધા હતા. જેમાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે જાણ થતા 108ની ટીમના નિતાબેન જોલીયા અને હનીફભાઈ દલવાડી તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા.

- text