ટંકારાના દેવળીયા ગામમાં વડીલો – બિમારી લોકોનું 100 ટકા રસીકરણ

- text


 

મોરબી જિલ્લામાં 100 ટકા રસીકરણ સાથેનું પહેલું ગામ

ટંકારા : ટંકારા તાલુકાનું નાનું પણ શિક્ષિત અને જાગૃત દેવળીયા ગામ કોરોના રસીકરણમાં જિલ્લાનું પહેલું એવું ગામ બન્યું છે જ્યાં નોંધાયેલા તમામ વડીલો અને બીમારી ધરાવતા લોકોનું 100 ટકા વેકસીનેશન કરાયુ છે.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલમા ચાલી રહેલ કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના દેવળીયા ગામમાં નોંધાયેલ 60 વર્ષથી ઉપરના તેમજ 45-59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા નોંધાયેલ તમામ 76 લોકોએ રસીકરણ કરાવી લેતા આજરોજ 100% રસીકરણ કવરેજ થયેલ છે.

- text

આ સાથે દેવળીયા ગામ મોરબી જિલ્લા નું પ્રથમ એવું ગામ નોંધાયેલ છે કે જેમાં રસીકરણ માટે લાયક તમામ લોકો નું રસીકરણ કરાવ્યું છે, નોંધનીય છે કે નાના એવા દેવળીયા ગામમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે સાથે જ ગામમાં એકતા અને જાગૃતિ માટે પણ સમગ્ર તાલુકામાં મોખરે છે.

- text