મોરબી જલારામ મંદિરે કોરોનામાં મૃત્યુ પામનાર દીવંગતોના આત્માની શાંતિ અર્થે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

- text


મોરબી જીલ્લા ડી.ડી.ઓ. ભગદેવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં ધૂન-ભજન, મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો સંપન્ન

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ વાર્ષિક પાટોત્સવની ઉજવણી ધામધૂમથી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે કોરોનાની મહામારીના પગલે મંદિરના ચર્તુદશમ્ પાટોત્સવ નિમિતે મર્યાદીત આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત કોરોનામાં મૃત્યુ પામનાર દીવંગતોના આત્માની શાંતિ અર્થે શ્રી જલારામ ધુન મંડળ-મોરબી (ઘનશ્યામભાઈ પુજારા તથા નિતિનભાઈ સેતા) દ્વારા ધુન-ભજન તેમજ ટંકારા આર્યસમાજ દ્વારા વૈદિક મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો.

- text

ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા ડી.ડી.ઓ ભગદેવ, રઘુવંશી યુવક મંડળ-મોરબીના પ્રમુખ પ્રશાંતભાઈ સેતા તથા સદસ્યો, સમસ્ત પોપટ પરિવારના અગ્રણી પ્રફુલ્લભાઇ પોપટ, નરેન્દ્રભાઈ પોપટ, સી.પી.પોપટ, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબીના મંત્રી અશોકભાઈ પાવાગઢી, લોહાણા મહાજન-મોરબીના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નવીનભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, જે.આઈ.પુજારા, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટલ), કીશોરભાઈ ચંડીભમર, આપાભાઈ કુંભરવાડીયા સહીતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રઘુવીર સેના સાર્વજનિક-ટ્રસ્ટ, શ્રી જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ સહીતની સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી એમ જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું હતું.

- text