હળવદમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદમાં પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે તા.૧૮ ના રોજ હળવદના જુના દેવળીયા મોતીનગર ચરાડવા ગામ તરફ જવાના રસ્તે પુલ પાસે જાહેરમા વિદેશી દારૂ સાથે નીકળેલા આરોપી સુનિલભાઇ બાબુભાઇ દેગામા (ઉ.વ.૩૩, રહે. ગામ જુના દેવળીયા, તા.હળવદ) ને વિદેશી દારૂની શીલ બંધ બોટલ નંગ ૨ જેની કિ.રૂ. ૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text