રવાપર ચોકડીએ નોટ નંબરીનો જુગાર રમતા 6 ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રવપર ચોકડીએ નોટ નંબરીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા અને આ તમામ આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબીની રવાપર ચોકડીએ શર્મોજી નાસતા હાઉસ દુકાન પાસે ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ હરેશભાઇ રમેશભાઇ અમૃતિયા, સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા, મયુરભાઇ બાબુભાઇ ડાંગર, પારસભાઇ મુકેશભાઇ જારીયા,સંદીપભાઇ ઉર્ફે કાશી જયંતિભાઇ રાંકજાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રોકડા રૂ. ૩૪,૮૦૦ ના મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text