મોરબી તાલુકાના ખેવાળીયા ગામે તસ્કરો બે બાઈક હંકારી ગયા

- text


મોરબી :મોરબી તાલુકાના ખેવાળીયા ગામેં મોટરસાયકલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નવજીવન નગર ખેવાળીયા ગામેં રહેતા નિરવભાઈ પ્રવીણભાઈ ઉભાડીયા (ઉ.વ.૨૬) એ ગત તા.૬ ના રોજ પોતાનું જીજે-૦૧-જે.યુ-૧૩૪૧ નંબરનું મોટરસાયકલ નવજીવન નગર ખેવાળીયા ગામેં પાર્ક કર્યું હતું.આ રૂ ૨૫૦૦૦ કિંમતનું મોટર સાયકલની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરીને નાસી છૂટ્યો હતો.આ ઉપરાંત ફરિયાદીના પિતા પ્રવીણભાઈનું હોન્ડા કંપની નુ ડ્રીમ નિયો સેલ્ફ એલોય મો.સા રજી:-નં-જીજે-૦૩-એચડી-૯૭૨૨ વાળુ જેના એન્જીન નં-JC62E81172261 તથા ચેસીસ ME4JC627HE8000664 છે જે કાળા કલરનુ ૨૦૧૪ ના મોડલનુ કિ.રૂ ૨૫૦૦૦નું મોટર સાયકલ પણ અજાણ્યા ઈસમો ચોરી જતા આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text