ટંકારા: નાના ખીજડિયાના વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ લીધો

- text


ટંકારા: તાલુકાના નાના ખીજડિયા ગામે 80 વર્ષીય વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ટંકારા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text

નાના ખિજાડીયા ગામે રહેતા 80 વર્ષીય લક્ષ્મીબેન મુળજીભાઈ રાણવા નામના વૃદ્ધાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. મૃતક વૃદ્ધાના ભત્રીજાને પાડોશીઓ મારફત આ બનાવની જાણ થતાં તેઓ ઘટના સ્થળે ઘસી ગયા હતા અને પોલીસ સ્ટે.માં જાણ કરી હતી. પોલીસે મૃતક મહિલાની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. આ આત્મહત્યાના બનાવની વધુ તપાસ ટંકારા પો.સ્ટે.ના અનઆર્મ સબ ઇન્સ્પેકટર એફ. આઈ. પઠાણ ચલાવી રહ્યા છે.

- text