મોરબી : નવયુગ મહિલા સાયન્સ કોલેજનો B.Sc સેમ-5ના પરિણામમાં દબદબો

- text


મોરબી : મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ મહિલા સાયન્સ કોલેજનો B.Sc સેમ-5ના પરિણામમાં દબદબો રહ્યો છે. આ પરિણામમાં મારવણીયા સ્વીટીએ 90.88% સાથે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. તો જોષી હિતીષાએ 90.66% સાથે દ્વિતીય અને ધરોડીયા સપનાએ 90.44% સાથે તૃતીય ક્રમ મેળવ્યો છે. જે બદલ પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text