મોરબીની શાંતિવન સોસાયટીમાં બે મહિનાથી ઉભરાતી ગટરની ગંદકીથી સ્થાનિકો ત્રસ્ત

- text


 

સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજુઆત કરીને ગટર તથા કચરાના ગંજની સમસ્યા ઉકેલવાની માંગ કરી

મોરબી : મોરબીના ગોર ખીજડિયા રોડ ઉપર રણછોડનગરની સામે વિજયનગરની બાજુમાં આવેલી શાંતિવન સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે તેમજ કચરાના ગંજ પણ ખડકાયા હોવાથી બેસુમાર ગંદકી ફેંકાય છે આથી સ્થાનિક લોકોના આરોગ્ય ઉભર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.

- text

મોરબીના ગોર ખીજડિયા રોડ ઉપર રણછોડનગરની સામે વિજયનગરની બાજુમાં આવેલી શાંતિવન સોસાયટીના રહીશોએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે તેમની સોસાયટીમાં બે મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાતી હોય અને આ ગટરની સમસ્યા હલ કરવા માટે સ્થાનિકોએ 10 થી વધુ પાલિકાને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આ ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે.આ ઉપરાંત 15 દિવસથી ડોર ટૂ ડોર કચરા કલેક્શન કરવા પણ કોઈ આવતું ન હોવાથી તેમની સોસાયટીમાં કચરાના ગંજ ખડકાયા છે.ગટરના ગંધાતા દૂષિત પાણી અને કચરાના ગંજથી ભયંકર ગંદકી ફેલાઈ રહી છે.આથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે.તેથી વહેલી તકે આ ગંભીર સમસ્યા ઉકેલવાની માંગ કરી છે.

- text