મોરબી-ટંકારામાં ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી અને ટંકારામાં ગઈકાલે પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસે આ બે આરોપીઓ સામે પ્રોહીબિશન હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે ગઈકાલે તા.૧૩ ના રોજ બેરણ નદીના કાઠે લક્ષ્મી કારખાના પાસે ટંકારા નજીક આરોપી ઇમરાનભાઈ અબ્દુલભાઇ સમેપૌત્રા (ઉ.વ-૩૪ ધંધો- કોંટ્રાક્ટર રહે-સરદાર નગર-૨ જબલપુરગામ તા ટંકારા) ને વિદેશી દારૂની અડધી બોટલ નંગ-૦૧ કિ.રૂ ૩૦૦ સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા ગામના બસ સ્ટેન્ડ સામે મોટર સાયકલ ઉપર ઈંગ્લીશ દારૂની બોટલો લઈને નીકળેલા આરોપી દિનેશભાઇ નાથાભાઇ બાવળીયા (ઉ.વ-૨૩, ધંધો-મજુરી, રહે.હાલ ઘુંટુ વુગા સેનેટરી કારખાનાના લેબર ક્વાટર નં-૦૮ માં, મોરબી) ને વિદેશી દારૂની બોટલો નંગ-૧૯ કિ રૂપિયા-૭૧૨૫ તથા બાઇક એમ મળી કુલ મુદામાલ રૂપિયા ૨૭,૧૨૫ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text