હળવદના જુના દેવળીયા ગામેથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

- text


હળવદ: આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર સક્રિય થયું છે. શહેરો ઉપરાંત ગામડાઓ તેમજ અંતરિયાળ વિસ્તારમાં પણ પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. ત્યારે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામ પાસેથી એક શખ્સને જામગરી બંદૂક સાથે મોરબીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે પકડી પાડયો છે.

હળવદ તાલુકાના જુના દેવળિયા ગામ નજીક આવેલા મોતીપુરા પાણીના ટાંકા પાસેથી 25 વર્ષીય મહેશ ઉર્ફે મુન્નો અમરશીભાઈ મકવાણા રહે. નવા દેવળિયા, કોળીવાસ, મસાણીની છાપરીની બાજુમાં વાળાને જામગરી બંદૂક કિંમત 1000 રૂપિયા સાથે ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કર્યો છે. ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવાની કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.ના એએસઆઈ રણજીતભાઈ બાવડા, કિશોરભાઈ મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ કડીવાર, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વાગડિયા, સતિષભાઈ ગરચર યોગેશદાન ગઢવી સહિતનાઓ રોકાયા હતા.

- text

- text