કમળાબેન કમળ ખીલાવશે : જિલ્લા પંચાયતની ઓટાળા બેઠક ઉપર ભાજપનો પ્રચંડ જુવાળ

- text


ટંકારા તાલુકાની સાવડી બેઠક બિનહરીફ થયા બાદ ઓટાળા, નાના ખીજડીયા, જબલપુર અને વિરવાવ બેઠક ઉપર પણ કમળનો જબરો પવન ફુંકાયો

ટંકારા : કોંગ્રસના ગઢ સમાન ટંકારા તાલુકામાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે અપસેટ સર્જાવાના સ્પષ્ટ અણસાર વચ્ચે ચૂંટણી પહેલા જ તાલુકા પંચાયતની સાવડી બિનહરીફ થી ગયા બાદ હવે ઓટાળા, નાના ખીજડીયા, જબલપુર અને વિરવાવ બેઠક ઉપર પણ કમળનો સુસવાટા મારતો પવન ફુંકાતા ઓટાળા જિલ્લા પંચાયત બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા કમળાબેન અશોકભાઈ ચાવડા તરફી કેસરિયો માહોલ છવાઈ ગયો છે અને લોકો કમળાબેન કમળ ખીલાવશે તેવા આશીર્વાદ આપી રહ્યા છે.

મોરબી જિલ્લા પંચાયત હેઠળ આવતી ટંકારા તાલુકાની ઓટાળા બેઠક ઉપર ભાજપે આ વખતે કમળાબેન અશોકભાઈ ચાવડાને મેદાને ઉતાર્યા છે એ જ રીતે ઓટાળા બેઠક હેઠળ આવતી તાલુકા પંચાયતની ઓટાળા બેઠક ઉપર સુનીતાબેન રમણીકભાઇ દેત્રોજા, નાના ખીજડીયા બેઠક ઉપર રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા, જબલપુર બેઠક ઉપર મણીલાલ ડાયાલાલ કુંડાલીયા અને વીરવાવ બેઠક ઉપરથી ભાજપે ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા જેવા શિક્ષિત અને અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને ચૂંટણીજંગમાં ઉતારતા ચૂંટણી પૂર્વે જ આ તમામ બેઠકો ઉપર ભાજપનો જયજયકાર થઈ રહ્યો છે અને હરીફ ઉમેદવારો જાણે ભોંભીતર થઇ ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલેખ્ખનીય છે કે ટંકારા તાલુકામાં કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી નાખવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોક્કસ રણનીતિ ઘડી કાઢવામાં આવી છે અને તે રણનીતિના ભાગરૂપે જ ઓપરેશન સાવડી હાથ ધરી ભાજપ દ્વારા ચૂંટણી પૂર્વે જ તાલુકા પંચાયતની સાવડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પુષ્પાબેન પ્રભુભાઈ કામરિયાને બિનહરીફ વિજેતા જાહેર કરાવવામાં સફળતા મેળવી છે.

હાલ જિલ્લા પંચાયતના ઓટાળા બેઠકના ઉમેદવાર કમળાબેન અશોકભાઈ ચાવડા પોતાના મતવિસ્તાર હેઠળ આવતા ઓટાળા, બંગાવડી, ખાખરા,દેવળીયા,ધ્રોલીયા, સાવડી, સરાયા, નેસડા સુરજી, હીરાપર, જબલપુર, કલ્યાણપર, નાના ખીજડીયા, મોટા ખીજડીયા, નાના રામપર, વીરવાવ, ગણેશપર, જોધપર ઝાલા અને રોહીશાળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચારકાર્યમાં જોડાયા છે અને આ તમામ ગામોમાંથી કમળાબેનને કમળ ખીલાવવા સાથ આપવાનું ગ્રામજનો વચન આપી રહ્યા છે.

- text

- text