મોરબી પાલિકાની ચૂંટણીમાં નાણાં ખર્ચવામાં ભાજપ મોખરે

- text


પાલિકાની ચૂંટણી લડતા 132 માંથી 109 ઉમેદવારોએ રજૂ કર્યો ચૂંટણી ખર્ચ 

23 ઉમેદવારોએ હિસાબ રજૂ ન કર્યા

મોરબી : મોરબી નગરપાલિકાની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણીપંચની ગાઈડ લાઈન મુજબ રાજકીય પક્ષ અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર સહિતનો ખર્ચ રજૂ કરાયો હતો. તે જો તો ભાજપ ચૂંટણી ખર્ચમાં મોખરે છે. જોકે, હજુ 23 ઉમેદવારોએ ચૂંટણીખર્ચની વિગતો રજૂ કરી નથી.

મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારની મોસમ પુરજોશમાં ખીલી ચુકી છે. મતદાનને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પાલિકા વિસ્તારમાં ઉમેદવાર દ્વારા દિવસ રાત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. હોર્ડિંગ, બેનરો સોશ્યલ મીડિયા તમામ સ્થળે માત્ર પ્રચારનો જ મારો ચાલ્યો છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ ઉમેદવાર તેની મર્યાદા બહાર ખર્ચ ન કરે તે માટે મોનીટરિંગ માટે ઉમેદવારોના ખર્ચની વિગતો મગાવવામાં આવી રહી છે.

મોરબી પાલિકાના ભાજપ,કોંગ્રેસ અને આપ સહિતના 132 ઉમેદવારોને સોમવારે ચૂંટણી અધિકારીઓને તેમના ખર્ચ રજૂ કરવા સુચના અપાઈ હતી. પાલિકાના 132 પૈકી 109 ઉમેદવારો એમનો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. પક્ષ મુજબ ખર્ચની માહિતી જોઈએ તો ભાજપના 52માંથી 41 ઉમેદવારો તેમનો કુલ ખર્ચ 1,49,480 રજુ કર્યો હતો. તો કોંગ્રેસના પણ 41 ઉમેદવારો એ તેમનો ખર્ચ રૂ.1,33,950 રજૂ કર્યો હતો. મુખ્ય પક્ષ સિવાય આમ આદમી પાર્ટીના 18 ઉંમેદવારોમાંથી 16 ઉમેદવારો પોતાનો ખર્ચ રૂ. 43,320 રજૂ કર્યો હતો.

આ ઉપરાંત બીએસપીના 2 ઉમેદવારે રૂ 5190 ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં હાલ પ્રાથમિક તબક્કામાં ખર્ચ રજૂ થયા છે. આગામી 26 મી ફેબ્રુઆરીએ બીજા તબક્કામાં ઉમેદવારોએ તેનો ચૂટણી ખર્ચ રજૂ કરશે. અને ચૂંટણી બાદ આખરી ખર્ચ રજૂ કરવાનો રહેશે તમામ ઉમેદવારના હાલના ખર્ચનું ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા ચકાસણી કરવામાં આવશે અને તેના આધારે ઉમેદવાર દ્વારા સાચો ખર્ચ રજૂ કર્યો છે કે કેમ, કોઈ ખર્ચ છુપાવ્યો છે કે પછી ઓછો બતાવ્યો છે તેની ચકાસણી બાદ ખ્યાલ આવશે.

- text

હાલ મોરબી પાલિકા વિસ્તારમાં ઉમેદવાર દ્વારા હોર્ડિંગ, બેનરો સહિતના પ્રચાર સામગ્રી તેમજ કાર્યાલય અને જાહેર સભામાં કરવામાં આવતા ખર્ચ જોતા જાહેર કરેલ રકમ કરતા ઘણા વધારે હોવાની પૂરેપૂરી સંભવના સેવાઈ રહી છે. જોકે, બીજા અને આખરી તબબકામાં કેટલો ખર્ચ રજૂ થાય છે તેના આધારે ચિત્ર સ્પષ્ટ થશે.

પાલિકા વિસ્તારમાં ભાજપ, કોંગ્રેસ સહિત 23 ઉમેદવારે ખર્ચ રજૂ કર્યા નથી. જેમાં મોરબી પાલિકામાં હાલ 132 માંથી 109 ઉમેદવાર દ્વારા જ પ્રથમ તબક્કાનો ખર્ચનો અહેવાલ રજૂ કર્યો છે. જ્યારે 23 ઉમેદવાર ખર્ચ રજૂ કરવા હાજર રહ્યા ન હતા. આ 23 ઉમેદવારમાં 11 ભાજપ,7 કોંગ્રેસ,2 અપક્ષ 2 બસપા અને એક આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો સમાવેશ થાય છે

વોર્ડ મુજબ રજૂ થયેલ ખર્ચ :

વોર્ડ-1
કોંગ્રેસ 3820
ભાજપ 14,330
અપક્ષ 5010

વોર્ડ-2
કોંગ્રેસ 20,750
ભાજપ 15,440
આપ 9800
બીએસપી –
અપક્ષ 1910

વોર્ડ-3
કોંગ્રેસ 6945
ભાજપ 10,800
આપ 1830

વોર્ડ-4
કોંગ્રેસ 14,750
ભાજપ 13,540
બસપા. 5190
આપ 6300
અપક્ષ 2635

વોર્ડ-5
કોંગ્રેસ 9395
ભાજપ 13,450
અપક્ષ 1625

વોર્ડ-6
કોંગ્રેસ 2900
ભાજપ

વોર્ડ-7
કોંગ્રેસ —
ભાજપ 17,440

વોર્ડ-8
આપ 4530

વોર્ડ-9
ભાજપ —
કોંગ્રેસ 11,560
આપ 7700

વોર્ડ-10
કોંગ્રેસ 12,015
ભાજપ 9434

વૉર્ડ-11
કૉંગ્રેસ 21,450
ભાજપ 19,205
આપ8560
અપક્ષ 9420

વોર્ડ-12
કૉંગ્રેસ. 3950
ભાજપ 11,430
આપ 4600
અપક્ષ —

વોર્ડ-13
કૉંગ્રેસ 14,050
ભાજપ 14,440

- text