જિલ્લા પંચાયતની શકત-શનાળા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કે. ડી. પડસુંબિયાને પ્રચંડ પ્રતિસાદ

- text


નાની વાવડી ખાતે જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર કે. ડી. પડસુંબિયા અને તાલુકા પંચાયતના ઉમેદવાર અસ્મિતાબેન વસિયાણીના કાર્યાલયનું ધારાસભ્ય લલિતભાઈ કગથરાના હસ્તે ઉદઘાટન

મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં પ્રચાર પ્રસારનો માહોલ જામી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતની શકત સનાળા બેઠક ઉપર કોંગ્રેસપક્ષમાંથી ચૂંટણી લડી રહેલા શિક્ષિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર કે. ડી. પડસુંબિયાને મતદારો તરફથી પ્રચંડ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ગઈકાલે નાની વાવડી ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો ટંકારા વિસ્તારના ધારાસભ્ય અને તેજાબી વક્તા લલિતભાઈ કગથરાના હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે સ્વયંભૂ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

મોરબી જિલ્લા પંચાયતની શકત સનાળા બેઠક ઉપરથી કોંગ્રેસ દ્વારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ એવા કે. ડી. પડસુંબિયાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એ જ રીતે જિલ્લા પંચાયતની આ બેઠક હેઠળ આવતી તાલુકા પંચાયત સીટ ઉપરથી કોંગ્રેસ દ્વારા અસ્મિતાબેન વસીયાણીને ટિકિટ આપી છે. ત્યારે બન્ને ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયનો નાની વાવડી ખાતે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપરાંત સ્વયંભૂ જનમેદની એકત્રિત થઈ હતી અને એકીસૂરે કોંગ્રેસના ઉમેદવારને જીત અપવવા કૌલ અપાયો હતો.

ઉલ્લેખનીય છે કે, શકત શનાળા જિલ્લા પંચાયત બેઠક હેઠળ ખાખરાળાં, માનસર, ખેવાળીયા, વનાળીયા,નારણકા, ધુનડા (સ), લખધીરનગર, નાની વાવડી, માધાપર, જેપુર અને ગોર ખીજડીયા ગામનો સમાવેશ થયા છે. આ તમામ ગામોમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ દેવશીભાઇ પડસુંબિયા અને તેમની ટીમ દ્વારા મતદારોનો રૂબરૂ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને ગામે-ગામથી લોકોનું પ્રચંડ જનસમર્થન મળવાની સાથે કોંગ્રેસના ઉમેદવારને આવકારી પ્રજાજનો દ્વારા જીત માટેની શુભકામનાઓ પણ આપવામાં આવી રહી છે.

- text

- text