મોરબીમાં તંત્રના ભાજપ પ્રેમથી કોંગ્રેસ ખફા: તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની ચીમકી

- text


તંત્ર કોંગ્રેસ સાથે રાગદ્વેષ રાખતું હોવાનો તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુમ્બિયાનો સણસણતો આરોપ

મોરબી : સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન મોરબીનુ ચૂંટણીતંત્ર ભાજપ તરફી હોવાનો આક્ષેપ લગાવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી.પડસુમ્બિયાએ તમામ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text

મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુમ્બિયાએ આજે મોરબી જિલ્લાની તમામ નગરપાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારોને 3.45 કલાકે જિલ્લા કલેકટર કચેરીએ બોલાવ્યા છે, તેમનો આરોપ છે કે મોરબીનુ ચૂંટણી તંત્ર એક તરફી કાર્યવાહી કરી ભાજપની તરફેણ કરી રહ્યું છે જે તંદુરસ્ત લોકશાહી માટે હાની કારક હોવાનો સણસણતો આક્ષેપ લગાવી કોંગ્રેસના તમામ ઉમેદવારો સામુહિક રીતે ઉમેદવારી પરત ખેંચી લેશે જેથી કરીને તંત્રને લોકશાહીને અનુરૂપ ચૂંટણી કરવાની કોઈ જરૂરત નહીં રહે.

કોંગ્રેસના આ ગંભીર અને સણસણતો આક્ષેપ ખરેખર તંદુરસ્ત લોકશાહી માટે ખતરારૂપ હોવાનું પણ મનાઈ રહ્યું છે અને અધિકારીક વર્ગ ઉચ્ચક્ક્ષા સુધી સતા ઉપર બેઠેલી સરકારના આદેશનું પાલન કરવા મજબુર છે ત્યારે હવે કોંગ્રેસ શું કરે છે તે જોવું રહ્યું

- text