ટંકારા તાલુકામાં જામશે ખરાખરીનો ચૂંટણીજંગ

- text


જિલ્લા પંચાયતની ટંકારા બેઠકમાં ભાજપમાં સંજય ભાગિયા તો કોંગ્રેસમાં ભુપત ગોધાણીનું નામ મોખરે : પહેલા ઉમેદવાર કોણ જાહેર કરે ? ભાજપ અને કોંગ્રેસમાં ગડમથલ

મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા ઉમેદવારી નોંધાવવા માટે હવે બે દિવસ બાકી રહા છે અને 100 થી વધુ ફોમ મુરતિયા માટે ઉપાડયા હોવા છતાં ગઈકાલ સુધી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી અને બીજી તરફ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પહેલા ઉમેદવારો જાહેર કોણ કરે તેની રાહ જોવાઈ રહી હોય ભાવિ ઉમેદવારો પોતાનું નામ ફાઈનલ થવાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે ત્યારે કદાચ આજે ઉમેદવારની જાહેરાત થઇ શકે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.એ વચ્ચે કેટલીક બેઠકોમાં ઉમેદવારોના નામ ફાઇનલ થી ગયાનું પણ ચર્ચાય રહ્યું છે.

પરંતુ અનુમાન અનુસાર ટંકારા જીલ્લા પંચાયતની બેઠક ઉપરથી કોગ્રેસના દિગ્ગજ નેતા લોક ચાહના ધરાવતા તાલુકા પંચાયતના માજી પ્રમુખ ભુપત ગોધાણીનુ નક્કી હોવાનું જાણવા મળ્યું છે તો એની સામે કાયદાના તજજ્ઞ વકિલ સંગઠન મહામંત્રી સંજય ભાગિયાને પક્ષ ટિકિટ આપી શકે છે. ત્યારે આ વખતે આ બેઠક ઉપર બરોબર ની ટક્કર રહેવાની છે કારણ કે લેઉવા પટેલ અને કડવા પટેલ ના ઉમેદવારો સામ સામે રહશે ત્યારે અન્ય સમાજ કોને આશિવાઁદ આપશે એના ઉપર જીત નો મદાર રહેશે.

- text

લજાઈની જીલ્લા પંચાયત ની બેઠકની વાત કરી તો બધાને ભારે અચંબો થાય એવી શક્યતા છે કારણ કે ગત ટર્મમાં ભાજપના પુર્વ સંગઠન પ્રમુખના પત્ની અને તાલુકા પંચાયતના માજી મહીલા પ્રમુખ ચંદ્રિકાબેન નથુભાઈ કડિવાર અને એની સામે સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા હડમતીયાના સ્વર્ગસ્થ જેરાજભાઈ કામરીયાના પપ્રોત્રના પત્ની દિનાબેન અનિલભાઈ કામરીયા કોંગ્રેસમાથી ચુંટણી લડ્યા હતા ત્યારે આ વખતે પણ આજ બન્ને ઉમેદવારો રીપીટ થશે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.ઓટાળા બેઠક એસસી,એસટી માટે અનામત છે ત્યારે અહી અનેક ઉમેદવારોએ સેન્સ આપી હતી અને દાવેદારી નોંધાવી છે પરંતુ કોગ્રેસ ઓટાળા ગામ થી સ્થાનિક ઉમેદવાર ને મેદાનમાં ઉતારશે અને ભાજપ વિરપર ગામના નેતાને અહીંથી ચુંટણી માટે ટિકિટ આપે એવી શક્યતા છે.

ઉમેદવારી માટે બે જ દિવસ બચ્યા છે ત્યારે હજી નામો ની જાહેરાત પણ કરી નથી ત્યારે મુરતિયાના મોતિયા મરી જાય એવી સ્થિતિ ઊભી થઈ છે બજારમાં તાલ થોકીને કોઈ નથી કેતુ કે આપણે લોક સેવા કરવા માટે ઉમેદવારી નોંધાવવા ફાઈનલ છીએ અને પાછુ ધણા સેવકોને ટિકિટ ન મળે તો નારાજ અવશ્ય થશે પણ લોક સેવા અર્થે અપક્ષમાથી પણ ઉમેદવારી નોંધાવશે. પરંતુ મતદારનો મિજાજ શુ છે એતો 28 ફેબ્રુઆરી એજ ખબર પડશે. આજ સાંજ સુધી નામ ફાઈનલ પણ થઈ જશે તેવું બન્ને રાજકીય પક્ષના અગ્રણી જણાવી રહ્યા છે.

- text