મોરબી : ધમકી આપવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબી ટીમે સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને ચોટીલાથી ઝડપી લીધો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ધમકી આપવાના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોડ અને એલસીબી ટીમે ચોટીલાથી ઝડપી લીધો છે.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સમગ્ર રાજયમાં ડ્રાઈવના અનુસંધાને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાએ સ્ટાફને સૂચના આપતા પીએસઆઇ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફુલ સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઈ સોમાભાઈ વાઘેલા તથા પો.કોન્સ. બ્રિજેશભાઈ લવજીભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધમકી આપવાના ગુન્હામાં યોગેન્દ્રભાઈ ઉર્ફે યોગેશ ઉર્ફે બકરો અતુલભાઇ સોલંકી, રહે, સુરેન્દ્રનગરવાળાને ચોટીલા, નગીન ગેસ્ટ હાઉસ ખાતેથી પકડી પાડી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, મોરબી એલસીબી ટીમે ઝડપી લીધેલા આ શખ્સ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના ધમકી આપવાના અને પ્રોહીબિશનના ચાર ગુન્હા નોંધાયેલ છે.

- text

નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની આ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કેલા, કૌશીકભાઇ મારવણીયા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઇ વામજા જયવંતસિંહ ગોહીલ સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો. કોન્સ. બ્રિજેશભાઈ કાસુન્દ્રા વિક્રમભાઇ કુંગસીયા,ભરતભાઇ મિયાત્રા, હરેશભાઇ સરવૈયા વગેરેએ કરેલ હતી.

- text