મોરબી પાલિકાના ત્રણ વોર્ડમાં બ્રહ્મસમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માંગણી

- text


બ્રહ્મસમાજના આગેવાનોએ ભાજપ પ્રમુખને લેખિત આવેદન આપ્યું

મોરબી : મોરબી નગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે બન્ને મુખ્ય પક્ષોમાંથી ટિકિટના દાવેદારો વિવિધ તર્ક અને જ્ઞાતિગત ગણિતનો હવાલો આપી પોતાના સમાજના ઉમેદવારને ટીકીટ આપવાની માંગણી કરી રહ્યા છે ત્યારે મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબીના જે વોડમાં બ્રાહ્મણોનું વધુ વર્ચસ્વ છે એવા વોર્ડમાં ટીકીટ આપવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરી છે.

- text

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબીના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા ભારતીય જનતા પાર્ટી મોરબી એકમ પાસે વોર્ડ નંબર 1, 3 અને 5માં બ્રહ્મ સમાજના ભાજપના કાર્યકર્તાઓને ટીકીટ ફાળવવાની માંગણી કરી છે. ઉપરોક્ત વોર્ડમાં બ્રહ્મ સમાજની વિશેષ વસ્તી છે. વળી બ્રાહ્મણોના તો લોહીમાં જ સંઘની વિચારધારા હોવાનો હવાલો આપી ઉપરોક્ત વોર્ડમાં સમાજના ભાજપી કાર્યકર્તાઓને ટીકીટ આપવા રજુઆત કરવામાં આવી છે. ઉપરોક્ત વોર્ડ સિવાય શહેરના અન્ય 3 વોર્ડ એવા છે જ્યાં બ્રાહ્મણ વોટ નિર્ણાયક બની શકે છે એમ જણાવી રજુઆતની અંતમાં એ વોર્ડ અંગે પણ વિચારણા કરવાની માંગ કરાઈ છે. હવે જોવું રહ્યું કે બ્રહ્મ સમાજની લાગણી ભાજપ કેટલે અંશે સ્વીકારે છે.

- text