મોરબી જુના બસ સ્ટેશનમાં મહિલાનો ચેઇન સેરવી જનાર ત્રણ સમડી ઝડપાઇ

- text


ચેઇન,રોકડ મળી 59,હજારનો મુદામાલ જપ્ત : એક દિવસના રિમાન્ડ મંજુર

મોરબી : મોરબીના જુના બસ સ્ટેશનમાં.બસમાં બેસતી વખતે ભીડનો લાભ લઇ ત્રણ શખ્સે એક મહિલાનો રૂ.45 હજારનો સોનાનો ચેઇન લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવની નોંધાયેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસે બસ સ્ટેશન આસપાસ સીસીટીવી ફૂટેજ આધારે ચિલઝડપ કરનાર ત્રણ સમડીને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ 14000,ચોરાયેલ ચેઇન મળી કુલ 59 હજાર આસપાસનો મૂદામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા ત્રણેય શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

- text

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામના રક્ષાબેન હિતેષભાઈ રાવલ અને એકતાબેન નામની બે મહિલાઓ જુના બસ સ્ટેન્ડ પાસે બસમાં જવા માગતા હતા તે દરમિયાન ભીડનો લાભ લઇ ત્રણ શખ્સે 45 હજારનો 1 તોલાનો ચેન સેરવી લીધો હતો રક્ષાબેનની ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના.પીએસઆઇ રાણા અને સ્ટાફે આરોપીઓ મહેશ નગીનભાઈ દેવીપૂજક, બળદેવ અમૃતભાઈ દેવીપૂજક અને માધા એભાભાઈ દેવીપૂજકને ઝડપી લીધા હતા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તેંની પાસેથી રૂ.14 હજાર રોકડ સોનાની ચેનમળી કુલ 59 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.અને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણેય આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે

 

- text