ટંકારામાં પારુલબેન અને વાંકાનેરમાં લીલાબેન દેશીદારૂ સાથે પકડાયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં દેશી વિદેશી દારૂની બદી નેસ્ત નાબૂદ કરવા પોલીસ સક્રિય બની છે. ત્યારે ગઈકાલે ટંકારાના ઓટળા ગામે પોલીસે પારૂલબેન રાજેશભાઈ જખાણીયાને દેશીદારૂની 16 કોથળી સાથે ઝડપી લીધી હતી. ઉપરાંત, વાંકાનેરના પાંચ દ્વારકાના પાટિયા પાસેથી વાંકાનેર પોલીસ સ્ટાફે લીલાબેન પરવીનભાઈ જખાણીયા નામની મહિલાને ચાર લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text