કેન્દ્રીય બજેટ રજૂ કરાયું : જાણો બજેટની મુખ્ય હાઇલાઇટ

- text


સંસદના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કરતા નાણામંત્રી : ઇનકમટેક્ષના સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાયો
મોબાઈલ અને ચાર્જર થશે મોંઘા: સોનુ-ચાંદી સસ્તું થશે : શેર બજારે બજેટને અવકાર્યું : સેન્સેક્સમાં ભારે ઉછાળો

મોરબી : ભારતીય સંસદના ઇતિહાસમાં આજે 1 ફેબ્રુઆરીને સોમવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. નાણાંમંત્રાલયેથી નીકળતા સમયે સીતારમણના હાથમાં સ્વદેશી બનાવટનું એક ટેબ્લેટ હતું. જેને લાલ મખમલના કપડામાં ભારતીય ચિન્હ અશોકચક્રથી મઢવામાં આવ્યું હતું. નાણાં મંત્રાલયેથી અનુરાગ કશ્યપ સાથે નીકળીને મંત્રી સીધા સંસદ ભવન.પહોંચ્યા હતા. જ્યાં કેબિનેટ તથા રાષ્ટ્રપતિ સમક્ષ બજેટની મંજૂરી મેળવી તેઓ સંસદના મુખ્ય હોલમાં પહોંચ્યા હતા. પેપરલેસ બજેટનો મુસદ્દો હોવાથી તમામ સાંસદોને બજેટની પીડીએફ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પુરી પડાઈ હતી.

ચાલો જોઈએ આજે રજૂ થયેલા 2021-2022ના મુખ્ય અંશો

* ઇન્કમટેક્ષના સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાયો
* મોબાઈલ અને ચાર્જર મોંઘા થશે.
* સોના-ચાંદી પર એક્સાઇઝ ઘટાડવાથી સસ્તું થશે.
* 75 વર્ષથી ઉપરના નાગરિકો કે જેઓ માત્ર પેંશન પર જ નભે છે તેઓ ઇનકમ ટેક્સમાંથી બાકાત
* રાષ્ટ્રીય રેલ યોજના 2030ની શરૂઆત કરાશે
* રેલવેમાં વિસ્ટા ડોમ કોચ યોજનાનો પ્રારંભ થશે
* રેલવે માટે 1,10,055 કરોડની ફાળવણી
* વીમા ક્ષેત્રે 74 ટકા FDIને મંજૂરી
*લોન ભરપાઇ ન કરનાર લોકો સામે કડક પગલાં લેવાશે
* સરકારી બેંકો માટે 20 હજાર કરોડની ફાળવણી થશે
* વર્ષ 2022માં LICનો IPO લવાશે
* MSPમાં પહેલા કરતા દોઢ ગણો વધારો
* MSP સિસ્ટમમાં મોટો ફેરફાર કરાયો
* ખેડૂતોના હિત માટે સરકારની મોટી જાહેરાત
* બજેટમાં 100 નવી સૈનિક સ્કૂલ ખોલવાની જાહેરાત
* મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પૂરતી સુરક્ષા સાથે કામ કરી શકશે
*દેશમાં 5 મોટા ફિશિંગ હબ બનાવાશે
* દેશમાં પ્રથમ વખત ડિજિટલ વસતી ગણતરી કરાશે
* વસતી ગણતરી માટે 3,768 કરોડ ફાળવાયા
* ડિસેમ્બર 2021માં ભારતનું માનવરહિત ગગનયાન મિશન
* રિસર્ચ ફાઉન્ડેશન માટે 50 હજાર કરોડની ફાળવણી
* ૭૫ વર્ષના વૃદ્ધોને આવકવેરામાંથી માફી
* સિનિયર સીટીઝનો માટે મોટું એલાન
* પેન્શન અને વ્યાજની આવક પર છૂટ મળી
* બજેટને શેરબજારનો આવકાર
* સેન્સેકસમાં 800 પોઇન્ટથી વધુનો ઉછાળો
* નિફટીમાં 200થી વધુ પોઈન્ટનો ઉછાળો
* સસ્તા મકાનો માટે વ્યાજ રાહત 1 વર્ષ વધી
* નાના કરદાતાઓની સમસ્યા માટે કમિટી બનાવાશે
* દરેકને ઘર મળે તે માટે સરકાર પ્રાથમિકતા આપશે

- text

- text