“તું આ પ્લોટવાળા માલીકને ફરીયાદ કરવામાં કેમ મદદ કરે છે” તેમ કહી યુવાનને ધમકી આપ્યાની ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં “તું આ પ્લોટવાળા માલીકને ફરીયાદ કરવામાં કેમ મદદ કરે છે” તેમ કહી યુવાનને ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે આવેલ પ્રકાશનગર સોસાયટીમાં રહેતા ગૌતમભાઇ જયંતિલાલભાઇ મકવાણા (ઉવ.૩૦) એ આરોપી ગોવિંદભાઈ બીજલભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૧ ના રોજ ફરિયાદીને આરોપીએ પોતાના લાકડાના ડેલા પાસે રાડ પાડી બોલાવી, તુ આ પ્લોટ વાળા માલીકને ફરીયાદ કરવામા કેમ મદદ કરે છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી જાતી પ્રત્યે આપમાનીત કરી ફરીયાદી તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text