શું આપ જાણો છો, મોરબી ઉપરથી દરરોજ પસાર થાય છે 100થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ

- text


મોરબી: તાજેતરમાં મોરબીને એરપોર્ટ મળવાની પ્રક્રિયા ગતિમાં આવી છે. એરપોર્ટની જગ્યા સહિતની વિવિધ મંજૂરીઓ મળી ચુકી છે. ત્યારે નજીકના ભવિષ્યમાં મોરબી શહેર પરથી ખૂબ નીચી ઊંચાઈએ પ્લેનની ઘરઘરાટી સંભળાશે. જો કે હાલમાં પણ મોરબી શહેરની ઉપરથી રોજની એક બે નહીં પણ આશરે 100 જેટલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ દિવસ દરમિયાન પસાર થાય છે એ કેટલા લોકોની જાણમાં હશે?

યુ.કે.થી વિવિધ દેશોમાં ઉડી રહેલી ફ્લાઈટો પર કોરોનાના નવા અવતારને લઈને પ્રતિબંધ લાગયાના સમાચાર ગઈકાલે વિવિધ માધ્યમોમાં ચમક્યા હતા. ભારત સહિતના દેશોએ બ્રિટનથી ઉપડી રહેલી ફ્લાઈટો માટે નો એન્ટ્રી જાહેર કરી છે. અમદાવાદ એરપોર્ટ પર આજે 22 ડિસેમ્બરે રાત્રીના બાર વાગ્યા બાદ 31 ડિસેમ્બર સુધી યુ.કે.થી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ મૂક્યો છે.

ત્યારે મોરબીવાસીઓ માટે એક તથ્ય જાણવું રોચક રહેશે કે મોરબી શહેર પરથી દરરોજ આશરે 100 જેટલી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટો ઉડાન ભરી રહી છે. જો કે ખૂબ ઊંચાઈએ હોવાથી ભાગ્યે જ મોરબીવાસીઓએ એની નોંધ લીધી હશે. અલબત્ત ઘણી વખત જ્યારે વાદળો ન હોય ત્યારે ઊંચે આકાશમાં સફેદ રંગની ધ્રુમશેર જેવી દેખાતી રેખાઓ આવી ફ્લાઈમાંથી નીકળતા ગેસની રેખાઓ હોય છે જે ખાસ કરીને બાળકોને ખૂબ આકર્ષે છે. ત્યારે આવનારા દિવસોમાં મોરબી શહેર એર ટ્રાફિકને લઈને નકશામાં સામેલ થવા જઈ રહ્યું છે. આમ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારો ઉપરથી રોજની 100 જેટલા પેસેન્જર પ્લેન પસાર થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

આ ઉપરાંત, જામનગર એર બેઝ પરથી પણ ફાઈટટ પ્લેનોની એક્સરસાઈઝ ચાલુ હોવાથી ઘણી વખત ફાઇટર પ્લેનો પણ મોરબી ઉપરથી ઉડાન ભરતા હોય છે. ત્યારે મોરબીના આકાશમાં જ્યારે સફેદ લીસોટા દેખાય કે દિવસ દરમિયાન એકથી વધુ પ્લેન જોવા મળે તો અચંબામાં ન પડતા કારણ કે ઘણી બધી ઇન્ટરનેશન ફ્લાઇટો મોરબી ઉપરથી પસાર થઈ રહી છે. કઈ કઈ ફ્લાઇટો મોરબી પરથી પસાર થાય છે તેની માહિતી જાણવા માટે Flightradar24 Flight Tracker એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.

- text