હળવદમાં અલગ-અલગ સ્થળે વર્લી ફિચરનો જુગાર રમતા બે ઝડપાયા

- text


હળવદ : ગઈકાલે તા. 17ના રોજ હળવદ પોલીસે ગઈકાલે અલગ-અલગ સ્થળે વર્લી ફિચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બંને કેસમાં કુલ ત્રણ શખ્સ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હળવદ ટાઉનમાં દંતેશ્વર દરવાજા પાસે આરોપી રાજેશભાઇ ઉર્ફે પીન્ટુ પ્રવિણભાઇ પરમાર પોતાના રહેણાંક મકાનની બાજુમા જાહેરમા વર્લી ફીચરના આંકડાઓ લખી નસીબ આધારીત પૈસાની હાર જીતનો જુગાર રમતો હતો. તેમજ આરોપી રાજેશએ આરોપી કરશનભાઇ ઉર્ફે હકી વાઘજીભાઇ ઉડેસા પાસે કપાત કરાવી હતી. પોલીસે રેઇડ દરમ્યાન વર્લી ફીચરનું સાહીત્ય તથા રોકડ રૂપીયા 950 મળી કુલ કી.રૂ. 952નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપી રાજેશની અટકાયત કરી છે. તેમજ આરોપી કરશનને પકડવા તજવીજ હાથ ધરી છે. બીજા બનાવમાં હળવદ પોલીસે હળવદ રેલ્વે સ્ટેશન રોડ પર લક્ષ્મીલોજ સામે રસ્તા ઉપર જાહેરમા વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા ધીરૂભાઇ ગોવીદભાઇ રાઠોડને કૂલ રૂ. ૭૫૨ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

- text