મોરબીમાં બાઈક અથડાવવા મુદે થયેલ માથાકુટનો ખાર રાખી ચાર શખ્સોનો યુવાન પર હુમલો

- text


બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નજીક આવેલ ઇદ મસ્જિદ વિસ્તારમાં રહેતા ઇમરાન રહીમ મોવર નામનો યુવાન તેના મિત્ર મૌસીન ઉર્ફે ગજની કરીમ મોવર સાથે બાઈકમાં કોર્ટમાં જતા હતા તે દરમિયાન સુલતાન નામના શખ્સ સાથે બાઈક અથડાઇ હતી જે તે વખતે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી આજે મચ્છુ નદી પર આવેલ બેઠાપુલ પર કાદર હસન મોવર, હનીફ હસન મોવર, સુલતાન હસન મોવર, તાજું આમદ મોવર કારમાં ધસી આવ્યા હતા અને લોખંડના પાઇપ પર જીવલેણ હુમલો કર્યો હતો. અને હાથ પગ અને માથામાં ઇજા થતા ગંભીર હાલતમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ એલ.એન વાઢીયા ચલાવી રહ્યા છે.

- text

- text