હવે આ 8 ટ્રેનો વાંકાનેર ખાતે સ્ટોપ કરશે : રેલવે દ્વારા જાહેર કરાયું ટાઈમટેબલ

- text


મોરબીના રાજકીય આગેવાનો અને સંસ્થાઓની રજૂઆત ફળી

વાંકાનેર : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ મંડળની વિવિધ ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ અપાયું છે. આ અંગે ગઈકાલે અમદાવાદ પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જાહેરાત કરી છે. મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિષે વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઇ શકશે. ઉલ્લેખનીય છે કે વાંકાનેર ખાતે વિવિધ ટ્રેનોના સ્ટોપ આપવા અંગે મોરબીના ભાજપના આગેવાનો અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજકોટ વેસ્ટર્ન રેલવેના મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે ફળીભૂત થઇ છે.

પશ્ચિમ રેલવેની જાહેરાત મુજબ ટ્રેન નં. 02945 મુંબઈ સેન્ટ્રલ – ઓખા આવતીકાલ તા. 17થી દરરોજ વાંકાનેર સ્ટેશન પર સ્ટોપ કરશે. જેનો અરાઇવલ ટાઈમ 8-40 અને ડિપાર્ચર ટાઈમ 8-45 રહેશે. તેમજ ટ્રેન નં. 02946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ આજે તા. 16થી દરરોજ વાંકાનેર સ્ટેશન પર સ્ટોપ કરશે. જેનો અરાઇવલ ટાઈમ 16-15 અને ડિપાર્ચર ટાઈમ 16-20 રહેશે. જયારે ટ્રેન નં. 09263 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા આગામી તા. 20થી દ્વિ-સાપ્તાહિક રીતે વાંકાનેર સ્ટેશન પર સ્ટોપ કરશે. જેનો અરાઇવલ ટાઈમ 00-26 અને ડિપાર્ચર ટાઈમ 00-28 રહેશે. તેમજ ટ્રેન નં. 09264 દિલ્હી સરાઈ રોહિલ્લા – પોરબંદર આગામી તા. 22થી દ્વિ-સાપ્તાહિક રીતે વાંકાનેર સ્ટેશન પર સ્ટોપ કરશે. જેનો અરાઇવલ ટાઈમ 03-26 અને ડિપાર્ચર ટાઈમ 03-28 રહેશે.

- text

આ ઉપરાંત, ટ્રેન નં. 01463 સોમનાથ – જબલપુર આજે તા. 16થી સપ્તાહમાં 5 દિવસ વાંકાનેર સ્ટેશન પર સ્ટોપ કરશે. જેનો અરાઇવલ ટાઈમ 14-37 અને ડિપાર્ચર ટાઈમ 14-42 રહેશે. ટ્રેન નં. 01464 જબલપુર – સોમનાથ આવતીકાલ તા. 17થી સપ્તાહમાં 5 દિવસ વાંકાનેર સ્ટેશન પર સ્ટોપ કરશે. જેનો અરાઇવલ ટાઈમ 11-45 અને ડિપાર્ચર ટાઈમ 11-47 રહેશે. જયારે ટ્રેન નં. 01465 સોમનાથ – જબલપુર આગામી તા. 19થી દ્વિ-સાપ્તાહિક રીતે વાંકાનેર સ્ટેશન પર સ્ટોપ કરશે. જેનો અરાઇવલ ટાઈમ 14-37 અને ડિપાર્ચર ટાઈમ 14-42 રહેશે. તેમજ ટ્રેન નં. 01466 જબલપુર – સોમનાથ આગામી તા. 19થી દ્વિ-સાપ્તાહિક રીતે વાંકાનેર સ્ટેશન પર સ્ટોપ કરશે. જેનો અરાઇવલ ટાઈમ 11-45 અને ડિપાર્ચર ટાઈમ 11-47 રહેશે.

- text