મોરબી અને વાંકાનેર પાલિકામાં ચીફ ઓફિસર જ સર્વેસર્વા : હવે કોઈ ફરિયાદ માટે કચેરી સુધી ધક્કો નહિ થાય, વોર્ડ વાઇઝ કાર્યક્રમ જાહેર

- text


 

કાર્યક્રમમાં અરજદાર સફાઈ, લાઈટ, પાણી, ભૂગર્ભ, રસ્તા સહિતની સમસ્યા અંગે લેખિત રજુઆત કરી શકશે

મોરબી : મોરબી અને વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર આજથી વહીવટદાર તરીકે કાર્યરત થયા છે. જેથી વોર્ડમાં સફાઈ, લાઈટ, પાણી, ભૂગર્ભ, રસ્તા અંગેની સમસ્યા માટે અરજદારોએ નગરપાલિકાએ ધક્કા ન ખાવા પડે અને સ્થાનિકે ત્વરિત રીતે ફરિયાદનું નિવારણ લાવી શકાય તે ઉદ્દેશથી વોર્ડ વાઇઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જે તે અરજદારે લેખિતમાં અરજી કરવાની રહેશે. કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ માસ્ક ફરજીયાતપણે પહેરવાનું રહેશે.

મોરબીમાં વોર્ડ નં. ૧માં તા.૧૭/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ સોમૈયા સોસાયટી ખાતે, વોર્ડ નં. ૨માં ૧૭/૧૨/૨૦૨૦ સાંજના ૦૬:૦૦ થી ૦૮:૦૦ આંબેડકર કોલોની ખાતે, વોર્ડ નં. ૩માં ૧૯/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ અરૂણોદયનગર ખાતે વોર્ડ નં. ૪માં ૧૯/૧૨/૨૦૨૦ સાંજના ૦૬:૦૦ થી ૦૮:૦૦ સો ઓરડી ખાતે, વોર્ડ નં. ૫માં ૨૧/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ દરબાર ગઢ ખાતે, વોર્ડ નં. ૬માં ૨૨/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ સુપર ટોકીઝ ખાતે, વોર્ડ નં. ૭માં ૨૨/૧૨/૨૦૨૦ સાંજના ૦૬:૦૦ થી ૦૮:૦૦ ૭ ચંદ્રેશનગર ખાતે, વોર્ડ નં. ૮માં ૨૪/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ વાઘપરા મંદિર ખાતે, વોર્ડ નં.૯માં ૨૪/૧૨/૨૦૨૦ સાંજના ૦૬:૦૦ થી ૦૮:૦૦ જમુના સોસાયટી ખાતે, વોર્ડ નં. ૧૦માં ૨૭/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ ચકીયા હનુમાન ખાતે, વોર્ડ નં. ૧૧માં ૨૮/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ પરસોતમ ચોક ખાતે, વોર્ડ નં..૧૨માં ૨૮/૧૨/૨૦૨૦ સાંજના ૦૬:૦૦ થી ૦૮:૦૦ ૧૨ નરસંગ ટેકરી ખાતે તેમજ વોર્ડ નં.૧૩માં ૦૨/૦૧/૨૦૨૧ સાંજના ૦૬:૦૦ થી ૦૮:૦૦ જેઈલ ચોક ખાતે કાર્યક્રમ રાખેલ છે.

- text

વાંકાનેરમાં વોર્ડ નં. ૧, ૨માં ૧૬/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ મીલ પ્લોટ જકાતનાકા ખાતે, વોર્ડ નં. ૩,૪માં ૧૮/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ જીનપરા, જકાતનાકા ખાતે વોર્ડ નં. ૫,૬માં ૨૦/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ જુની નગરપાલીકા કચેરી ખાતે તથા વોર્ડ નં. ૭માં ૨૩/૧૨/૨૦૨૦ સવારના ૦૯:૩૦ થી ૧૧:૦૦ મન-મંદિર, પંપહાઉસ ખાતે કાર્યક્રમ રાખેલ છે.

- text