હજનાળી‌ ગામે મગફળીના ભુક્કામાં લાગી આગ, પશુઓનો ચારો બળીને ખાક

- text


અજાણ્યા શખ્સે આગ ચાંપી હોવાની આશંકા

મોરબી : મોરબી જિલ્લાના હજનાળી‌ ગામે મગફળીના ભુક્કામાં લાગી આગ લાગી હતી. આ મગફળીનો ભુક્કો પશુઓના ચારા માટે આવ્યો હતો. જે બધો માલ બળીને ખાક થઇ ગયો છે.

હજનાળી‌ ગામમાં રહેતા મશરૂભાઈ ખીટ (ભરવાડ)ને ત્યાં ગઇકાલે રાત્રી‌ દરમિયાન 9-30 વાગ્યે પશુઓ માટે મગફળીના ભુક્કાથી ભરેલ ગાડી આવેલ હતી. આ ગાડીમાંથી મગફળીના ભુક્કાને ઉતારીને ઢગલો કરી રાખવામાં આવ્યો હતો. આ મગફળીના ભુક્કામાં રાતે 12 વાગ્યાની આજુબાજુમાં આગ લાગી હતી. આગના લીધે કુલ રૂ. 20,000નો મુદ્દામાલ બળીને રાખ થઇ ગયો છે. આ બનાવના પગલે ભીડ જમા થઈ ગઈ હતી. અને લોકોએ અજાણ્યા શખ્સે મગફળીના ભુક્કામાં આગ ચાંપી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

- text

- text