ટેકાની રાહ જોયાં વગર ખુલ્લા બજારમાં મગફળી વેચવા ખેડૂતોની દોટ!

- text


હળવદ માર્કેટ યાર્ડમાં આજે એક દિવસમાં જ ૧૫ હજાર મણ મગફળીની આવક : ટેકાના ભાવની તુલનાએ ખેડૂતોને મળ્યા ૭૫૦થી ૧૦૨૧ સુધીના ભાવ

હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આમ તો મગફળીની આવક પાછલા થોડા દિવસોથી દિવસે-દિવસે વધતી જઈ રહી છે. ત્યારે આજે એક દિવસમાં જ યાર્ડમાં ૧૫,૦૦૦ મણ મગફળીની આવક નોંધાઇ છે. જેની સામે ૭૫૦થી ૧૦૨૧ સુધીના ભાવે મગફળીનું વેચાણ પણ થવા પામ્યું હતું.

આ વર્ષે હળવદ તાલુકામાં કપાસની જગ્યાએ મગફળીનું વાવેતર વધુ થયેલ હોવાથી હળવદ યાર્ડમાં મગફળી વેચવા ખેડૂતો ઉમટી પડ્યા છે. અને યાર્ડમાં મગફળીના ગંજ ખડકાયા ગયા છે. યાર્ડમાં મગફળીની આવક તો પાછલા થોડા દિવસોથી ચાલુ છે પરંતુ આજે એક દિવસમાં જ ૧૫,૦૦૦ મણ જેટલી મગફળીની આવક નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે આજે હળવદ માર્કેટ યાર્ડમાં ૭૫૦થી ૧૦૨૧ સુધીના મગફળીના ભાવો ખુલ્યા હતા. હળવદ માર્કેટ યાર્ડમાં હળવદ ઉપરાંત સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અન્ય તાલુકાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં વિવિધ જણસો વેચવા માટે આવતા હોય છે. તેવી જ રીતે અત્યારે મગફળી લઈને પણ ખેડૂતો આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશનની શરૂઆત કર્યા બાદ આગામી તા. ૨૧થી ખરીદી કરવાની શરૂઆત કરશે. અને ખાતા દિઠ ૧૨૫ મણની મર્યાદા નક્કી કરેલ હોવાથી ખેડૂતો મજબૂરીથી ઓપન બજારમાં મગફળીનું વેચાણ કરવા દોડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, કોરોનાની મહામારી અને વધુ વરસાદથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. તેવામાં આર્થિક તંગીથી બચવા અને રોકડી આવક મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી વેચવાની રાહ જોયા વગર યાર્ડની બજારમાં મગફળી વેચવાનું ખેડૂતો વધુ પસંદ કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text