મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરાશે

- text


અંગદાન અને દેહદાન બાબતે યુવાનોને જાગૃત કરાશે : ગ્રુપના યુવાનો અંગદાન અને દેહદાન સંકલ્પ કરશે : આ સંકલ્પ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં યુવાનોને જોડાવાની અપીલ

મોરબી : શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને યુવાનોને અંગદાન અને દેહદાન કરવા અંગે જાગૃત કરાશે. તેમજ ઇચ્છીત યુવાનો દ્વારા અંગદાન અને દેહદાનનો સંકલ્પ કરી શહીદ ભગતસિંહનો જન્મદિવસ સંકલ્પ દિન તરીકે ઉજવાશે. આ સંકલ્પ દિવસની ઉજવણીમાં મોરબીના દરેક યુવાનોને જોડાવવાની અપીલ કરવામાં આવી છે.

મોરબીમાં સતત પરિવર્તનશીલ સામાજિક કાર્યક્રમો કરીને દેશભાવનાની ચેતના જગાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તા.28ના રોજ ભારતમાતાના વીર સપૂત શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મોરબીના યુવાનો અંગદાન અને દેહદાન કરવા બાબતે જાગૃત થાય તે માટે યુવાનો દ્વારા અંગદાન અને દેહદનનો સંકલ્પ કરવાના હેતુસર શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને અંગદાન અને દેહદાન માટેના જાગૃત કરવામાં આવશે. તેમજ મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન માટે ઇચ્છીત યુવાનો તથા લોકો ને પોતાના નામ અને સપર્ક નંબરની માહિતી યંગ ઇન્ડિયા ગ્રુપનાં નંબર 99783 88880 પર whatshupનાં માધ્યમથી મોકલી આપવા વિનંતી કરેલ છે.

- text

જેમાં ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો અંગદાન અને દેહદનનો સંકલ્પ માટે જોડાવા અપીલ કરાઈ છે. ત્યારબાદ ભગતસિંહની પ્રતિમાને દુગ્ધાભિષેક કરી વંદન કાર્યક્રમ યોજાશે. સાથે સાથે વર્તમાન સમય કોરોના મહામારી સામે સુરક્ષિત રેહવા માટે શહેરનાં પછાત અને ઝૂંપપટ્ટીમાં સ્વાસ્થ્ય સંબંધી ચકાસણી કરી યોગ્ય સમજણ અને સારવાર આપી લોક જાગૃતિ ફેલાવીને શહીદ-એ-આઝમ ભગતસિંહજીનો જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે.

આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ભારતમાતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા માટે નાનપણથી પ્રબળ દેશભાવના ધરાવતા ભગતસિંહે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. પેઢી દર પેઢી દરેક યુવાનો માટે શહીદ ભગતસિંહનો દેશપ્રેમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે. એમનો દેશને આઝાદ કરવાનો દ્રઢ સંકલ્પ હતો એના માટે તેઓ જાતનું બલિદાન દેતા પણ અચકાયા ન હતા. ત્યારે આપણે પણ એમના દેશસેવાના સંકલ્પને અનુસરીએ એના માટે ખાસ કરીને યુવાનોમાં દ્રઢ સંકલ્પ કેળવવાની જરૂર છે.

આજે દેશમાં કેટલાય દર્દીઓના અંગો અકસ્માતે અન્ય કોઈ કારણોસર ખરાબ થઈ જવાથી મોતને ભેટે છે જોકે મૃત્યુ બાદ અંગોનું વધુને વધુ દાન થાય તે માટે યુવાનોમાં જાગૃતિની જરૂર છે.જો ભગતસિંહ દેશ માટે મરી મીટવાની ભાવના ધરાવતા હોય તો આપણે તો હાલ અંગોનું દાન કરવા માટે સંકલ્પ લેવાનો છે. અને મૃત્યુ બાદ અંગોનું દાન કરવાનું છે. માટે ભગતસિંહ જેવું કાળજું રાખીને તેમના જ જન્મદિવસ યુવાનો આગળ આવીને અંગો અને દેહદાનનો સંકલ્પ કરે તથા સાથે સાથે કોરોના મહામારીમાં લોકો સાવચેત રહે તેવી જાગૃતતા ફેલાવીને દેશસેવા કરવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text