મોરબીના ટીંબડી ગામે યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામેં યુવાનનો ઝેરી દવા પીને આપઘાત કરીને જીવનનો અંત આણી લીધો હતો.

આ બનાવની પ્રાપ્ત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ટીંબડી ગામની સીમમાં આવેલ મનસુખભાઇની વાડીએ રહીને મજૂરી કામ કરતા અશ્વીનભાઇ રમેશભાઇ નાયક (ઉવ.૩૦) નામના યુવાને ગઈકાલે તા.૨૩ ના રોજ ટીંબડી ગામની સીમમાં વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનના આપઘાતનું કારણ જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text